- વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે મ્યાનમારના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી
- મ્યાનમારમાં સીમા પર હિંસાને લઈ જયશંકરે ચિંતા વ્યક્ત કરી
- જયશંકરે મ્યાનમારમાં ફસાયેલા ભારતીયો જલ્દી સ્વદેશ પાછા ફરે તેવી માંગ કરી
ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે બુધવારે મ્યાનમારના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સાથે બેઠક યોજી હતી અને ભારતની સરહદ નજીક મ્યાનમારમાં ચાલી રહેલી હિંસાની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકરે પણ મ્યાનમારમાં લોકતાંત્રિક પરિવર્તનના માર્ગ પર વહેલા પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું.
જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ભારતે મ્યાનમારમાં ચાલતી હિંસા અને અસ્થિરતાથી અમારી સરહદે પડતી અસર ઊંડી ચિંતા વ્યક્ત કરી. મહત્ત્વનું છે કે મ્યાનમારમાં સતત હિંસાની ઘટનાઓ સર્જાઈ રહી છે. આની અસર ભારત પર ન પડે આને લઈ સરકાર સચેત રહે.
એસ જયશંકરે મ્યાનમારમાં હિંસા મુદ્દે ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે બુધવારે દિલ્હીમાં મ્યાનમારના ડેપ્યુટી વડાપ્રધાન અને વિદેશ મંચ્રી યુ થાન શ્વે સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે મ્યાાડીમાં ફસાયેલા ભારતીય નાગરિકોનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો હતો.
બેઠક અંગે વિદેશ મંત્રીએ જણાવ્યું કે મ્યાનમારમાં ચાલી રહેલી હિંસા અને અસ્થિરતાને લીધે અમારી સરહદ પર પડતા પ્રભાવ પર અમારી ઊંડી ચિંતાનો વિષય છે. જેથી અમે ચર્ચા કરીએ છીએ. ભારત આ સ્થિતિમાંથી બહાર આવવા તમાત હિતધારકોની સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.
મ્યાનમારના મ્યાવાડીમાં ફસાયેલા ભારતીયો પરત આવે તે માટે સહયોગ માગ્યો
એસ.જયશંકરે કહ્યું કે બેઠકમાં વિશેષ કરીને ગેરકાયદે કેફી દ્રવ્યો, હથિયારોની તસ્કરી અને માનવ તસ્કરીને પ્રાથમિકતા ધરાવતા પડકારોના રૂપમાં દર્શાવ્યા હતા. તેમને જણાવ્યું કે મ્યાનમાં આવેલા મ્યાવાડ઼ીમાં ભારતીય નાગરિકોને જલ્દી સ્વદેશ પરત આવે તે માટે મદદ માગી હતી. દેશમાં ચાલતા પ્રોજેક્ટ માટે વિશ્વસનીય સુરક્ષા સંરક્ષણ માટે દબાણ કર્યું હતું. મ્યાનમારમાં લોકતાંત્રિક પરિવર્તનના રસ્તે જલ્દી પરત આવે તેવો આગ્રહ કર્યો હતો. ભારત કોઈપણ મદદ કરવા તૈયાર છે તેવી એસ.જયશંકરે તૈયારી વ્યક્ત કરી હતી.


