- INLD પ્રમુખ નફેસિંહ રાઠી હત્યાકેસ
- હત્યાની તપાસ સીબીઆઇ કરશે
- હરિયાણાના ગૃહમંત્રીએ કરી જાહેરાત
રાજ્ય વિધાનસભામાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે હરિયાણા INLD પ્રમુખ નફેસિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવશે.
હરિયાણાના ગૃહમંત્રીની જાહેરાત
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે સોમવારે વિધાનસભાને ખાતરી આપી હતી કે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના રાજ્ય એકમના અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવશે. સાથે જ આ હત્યાના આરોપીઓને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
અનિલ વિજે સદનમાં શું કહ્યું ?
ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં વિપક્ષ કોંગ્રેસે રાઠીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ ઘટનાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા અથવા હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, વિધાનસભા અધ્યક્ષે કાયદો અને વ્યવસ્થા પર સ્થગિત દરખાસ્ત સ્વીકારી લીધી. પ્રશ્નકાળ પછી તરત જ કોંગ્રેસના સભ્યોએ મુદ્દો ઉઠાવ્યો અને કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી. અનિલ વિજે વિધાનસભામાં કહ્યું કે જો ગૃહ એકલા સીબીઆઈની તપાસથી સંતુષ્ટ છે, તો હું સભ્યોને ખાતરી આપું છું કે અમે કેસ સીબીઆઈને સોંપીશું.


