- આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ
- બપોરે ત્રણ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થઈ જશે
- ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી
ઈફ્કો બાદ નાફેડની ચૂંટણીને લઈ સાત ઉમેદવારો રેસમાં છે.ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયા, જેઠાભાઈ ભરવાડ, તેજસ પટેલ, અમૃત દેસાઈ, જસવંત પટેલ, મોરબીના મગન વળાવિયા, હિંમતનગરના મહેશભાઈ દાવેદાર છે.બીજી તરફ આ સાતેય દાવેદારો દિલ્લી પહોંચ્યા છે,નાફેડના 994 સદસ્યો છે, 8 બેઠક ઉપર ભારે રસાકસી જોવા મળી રહી છે.21મી તારીખે મતદાન યોજવામાં આવશે અને સાંજે 4 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
સૌરાષ્ટ્રમાંથી મોહન કુંડારીયા અગ્રેસર છે
હાલમાં સૌરાષ્ટ્રમાંથી મોહનભાઈ કુંડારીયા અને મગન વડાવીયા ડિરેક્ટર છે. નવા સ્ટ્રક્ચર મુજબ ગુજરાતમાંથી 2 ડિરેક્ટર બની શકે છે. એક બેઠક માટે જેઠાભાઈ ભરવાડ બિન હરીફ થયા છે. આ ચૂંટણીમાં દેશમાં 550 મતદારો છે. જેમા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 150 મતદારો છે.નાફેડની ડીરેક્ટર પદ માટેની ચૂંટણીમાં ફરી રાજકોટનો હાથ ઉપર રહેશે તેમ લાગી રહ્યું છે. આગામી 21 તારીખે નાફેડની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાશે.
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો
ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.
સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર
જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી.
જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 મત મળ્યા
હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.


