અયોધયા રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે આ વિસ્તારના ૧૮ હજારથી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગયા બાદ દેશભરમાંથી રામ ભકતો રામ લલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે રાજકોટ માં ભારે રામ જુવાળ જોવા મળતો હોય તેમ રૈયા ગામ પાસે આવેલ શિલ્પ પાસેના ચોકમાં સ્વયંભૂ લોકોએ રામ રાજ્ય ચોક નામ આપી દીધું છે.તેમજ આ ચોકમાં અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સાજના સમયે આસપાસની સોસાયટીના રહીશો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ૧૮ હજારથી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
અયોધ્યામા રામ લલ્લાના દર્શન કરવા માટે જે જુવાળ રામ ભક્તોમાં જોવા મળે છે તેવોજ ઉત્સાહ રાજકોટના રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે જેમાં રૈયા ગામ પાસે આવેલ શિલ્પ ટાવર પાસેના ચોકમાં લોકોએ સ્વયંભૂ રામ રાજય ચોક નામ આપી દેતું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં તા.૨૨ જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે આસપાસની સોસાયટીના રહીશો માટે ઉમા ડાયમેનીક યુવા કલબ ના નેજા હેઠળ સમુહમાં મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૧૮ હજારથી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.