ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, `સતયુગમાં મહિષ્મતિ નગરીમાં ઈન્દ્રસેન નામે પ્રજાપાલક રાજા થઈ ગયો. એક દિવસ તેની સભામાં નારદજી આવી પહોંચ્યા. રાજાએ પ્રણામ કરીને તેમનો આદર-સત્કાર કર્યો અને પૂજન-અર્ચનના પ્રકારો અંગે પ્રશ્ન કર્યો. નારદજીએ પૂજાના ત્રણ શ્રેષ્ઠ પ્રકારો કહી સંભળાવ્યા.’
વૈદિક પ્રકાર : પુરુષસૂક્ત, સુવર્ણ ધર્મ, મહાપુરુષ વિદ્યા, રાજન સામગાન, વ્રતવિધિમાં પ્રથમ પુષ્પાંજલિથી પ્રારંભ, અભિષેક, ગંધ, પુષ્પ અને નૈવેદ્યથી પંચોપચાર, દશોપચાર, ષોડ્શોપચાર, શંખોદક, અતો દેવા મંત્રથી, વરુણ મંત્રો, નારાયણ સૂક્ત બાદ ધૂપ-દીપ, ત્યાર પછી ઉત્તર પુષ્પાંજલિ અને ધ્યાન. પછી વિસર્જન મંત્રો, પૂજા પરિપૂર્ણ થયે સત્વરે પાટલો છોડી દેવો નહીં. મુહૂર્તો ક્ષણિકો ભવેત્: ઉદ્ભવેલો આહ્લાદ થોડી વાર અનુભવવો, વાગોળવો.
તાંત્રિક પ્રકાર : ન્યાસ, મુદ્રા, ગૃહમંડપ, ભૂમિપૂજન, કળશ સ્થાપના, ભજન-કીર્તન, ધૂન વગેરે. આ પ્રદર્શનીય વસ્તુ બને છે.
પૂર્વજોનાં પુણ્યો તેમનાં પુત્ર-પુત્રીઓને ફળે છે તેમજ પૂર્વજોનાં પાપ પણ તેમના વંશવારસોને નડે છે. પાપમાં પડે તે મનુષ્ય, પાપ કરી ગુમાન કે અભિમાન કરે તે શેતાન અને પાપ થયા પછી ભૂલ કબૂલી પ્રાયશ્ચિત્ત કરે તે `સંત’ કહેવાય છે. પાપનો તિરસ્કાર કરો, પણ પાપીનો તિરસ્કાર ન કરો.’
નારદજી આગળ કહે છે, `હે ઈન્દ્રસેન! પાપ પ્રત્યે તિરસ્કાર કે ધિક્કાર એ જ ગમે ત્યારે પાપનો નાશ કરનારું તીક્ષ્ણ શસ્ત્ર બને છે. પાપના વિષચક્રમાં એક વાર ફસાઈ ગયા પછી સંત-સમાગમ વિના બહાર નીકળી શકાતું નથી. પાપનો બાપ છે લોભ અને પાપની મા છે મમતા. અંત:કરણમાં પાપી વિચાર ઊગે કે તરત જ ડામી દો, જરાય વિલંબ ન કરો.
પ્રાપ્તનો અસંતોષ અને અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની આકાંક્ષા કે ઝંખના આ એક પ્રકારની ઘેલછા ગણાય છે. આ ઘેલછા જ માનવજીવનમાં અસંતોષની આગ પેટાવ્યા કરે છે, તેનું નિવારણ સંતોષવૃત્તિ કેળવવામાં જ છે.
જે પાપ કરે એને જ બીક હોય છે, પાપ કર્યું નથી એને યમરાજની પણ બીક લાગતી નથી. પાપ તો પડછાયાની માફક માણસની સાથે જ ચાલતું રહે છે. તેનો બદલો વહેલો કે મોડો મળ્યા વગર રહેતો નથી. પડછાયાની માફક પાપી પાછળ પાપની સજા ચાલી જ આવતી હોય છે, પણ પાપનો અંત અહિંસા, સંયમ અને તપ છે, વ્રત છે.’
ઈન્દ્રસેનને નારદજી ઈન્દ્ર એકાદશીનું વ્રત કઈ રીતે કરવું એની વિધિ સમજાવે છે. આ એકાદશીના દિવસે પ્રાત:કાળે ઊઠી જળાશયે જઈ સ્નાન કરવું. દુર્ગતિ પામેલા પિતૃઓને સદ્ગતિ મળે તે માટે તથા પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. આગલા દિવસે એક ટાણું ભોજન કરીને રાત્રે જમીન પર શયન કરવું. પછી દૃઢ સંકલ્પ કરવો કે હું એકાદશીનો ઉપવાસ કરીશ.
ત્યાર પછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવાં. જે રસોઈ વધી હોય તે ગરીબ-જરૂરિયાતમંદ લોકોને અથવા ગૌમાતાને ખવડાવવી, રાત્રે જાગરણ કરવું.
દ્વાદશીના દિવસે સવારે શ્રીહરિનું પૂજન-અર્ચન ઉપરોક્ત વિધિ અનુસાર કરવું. આ પ્રમાણે ઉપદેશ આપીને નારદ મુનિ અંતર્ધાન થઈ ગયા. રાજાએ તેમના આદેશ અનુસાર ઈન્દ્ર એકાદશીનું વ્રત કર્યું. આથી ઈન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થઈ.’
ઇન્દ્ર એકાદશીની કથા
યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણના સંવાદરૂપે ઈન્દ્ર એકાદશીની કથાનું પુરાણમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રાચીનકાળમાં મહિષ્મતી નામના નગરમાં ઈન્દ્રસેન નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે રાજા રાજસભામાં સિંહાસન પર બેઠા હતા ત્યારે આકાશ માર્ગે મહર્ષિ નારદનું આગમન થયું. રાજાએ નારદઋષિનું ભાવભર્યું સ્વાગત કરી યોગ્ય આસને બિરાજમાન કર્યા. પછી તેમના ઓચિંતા આગમનનું કારણ જણાવવા વિનંતી કરી.
નારદજીએ કહ્યું, `જ્યારે તેઓ બ્રહ્મલોકમાંથી યમલોક (નરકવાસ)માં વિચરણ કરી રહ્યા હતા, તે વખતે યમરાજની સભામાં તમારા પિતાજીને જોયા!’ તેઓ જ્ઞાની, દાની અને ધર્માત્મા હતા, પરંતુ કોઈ વ્રતનો નિયમભંગ થવાથી મૃત્યુ બાદ તેમનો યમલોકમાં વાસ થયો. તમારા પિતાજીએ એક સમાચાર આપ્યા છે કે –
`જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા વદની ઈન્દ્ર એકાદશીનું વ્રત કરી તેનું ફળ મને અર્પણ કરશે તો મારી નરકમાંથી મુક્તિ થશે.’ આ સાંભળી રાજા અત્યંત દુઃખી થયા. ઈન્દ્રસેન રાજાએ નારદજીને ઈન્દ્ર એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ જણાવવા વિનંતી કરી.
નારદજીએ કહ્યું, ભાદરવા વદ દશમના દિવસે પ્રાતઃ સ્નાનાદિ કર્મથી પરવારવું. પછી બપોરે પણ સ્નાન કરવું. એકાગ્ર ચિત્તે એકાદશીના વ્રતનો સંકલ્પ કરવો. એક સમય ભોજન કરવું. રાત્રે ભૂમિશયન કરવું. બીજા દિવસે સંકલ્પ પૂર્વ એકાદશીનું વ્રત કરવું. નીચેના મંત્રથી પ્રાર્થના કરવી.
અધ સ્થિત્વા નિરાહારઃ સર્વભોગવિવર્જિતઃ।
શ્વો ભોક્ષ્યે પુન્ડરીકાક્ષ શરણં મે ભવાચ્યુતઃ ॥
હે! કમલનયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહી કાલે ભોજન કરીશ. હે ભગવાન અચ્યુત, આપ મને શરણું આપો.
મધ્યાહ્નકાળે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ શાલિગ્રામનું પંચોપચાર પૂજન કરવું. નૈવેદ્ય ધરાવવું. યથાશક્તિ બ્રહ્મભોજન પણ કરાવવું. નૈવેદ્યનો ચોથો ભાગ ગાયને ખવડાવવો. રાત્રિ જાગરણ કરી ભજન-કીર્તન કરવાં.
દ્વાદશીના દિવસે પરિવાર તથા ભાઈ-ભાંડુ સહિત પારણાં કરવાં તથા પિતૃમોક્ષ માટે પ્રાર્થના કરવી. આ રીતે વિધિ બતાવી દેવર્ષિ નારદ અંતર્ધાન થઈ ગયા. રાજાએ નિયમબદ્ધ રીતે અંતઃપુરની રાણીઓ, પુત્રો, પિતરાઈ ભાઈ-ભાંડુ સાથે એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. જેનાથી પિતૃઓ સંતૃપ્ત થયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજર્ષિ ઈન્દ્રસેનના પિતાની યમલોકમાંથી મુક્તિ થઈ અને ગરુડ પર આરૂઢ થઇને વિષ્ણુધામમાં ગયા. કાળક્રમે રાજા ઈન્દ્રસેન પણ પૂર્ણ સુખ પામી સ્વર્ગલોક સિધાવ્યા. પિતૃઓના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે. શાલિગ્રામ તેમનું નિરાકાર સ્વરૂપ છે. નેપાળમાં ગંડકી નદીના તટમાંથી મળી આવતા ચીંકણા, કાળા અને અનિયમિત કે ગોળાકાર પથ્થરને શાલિગ્રામ કહેવામાં આવે છે. ભગવાન શિવજીએ સ્કંદપુરાણ કાર્તિક માહાત્યમાં શાલિગ્રામનું વર્ણન કર્યું છે.
શાલિગ્રામ શિલાયાં તુ ત્ર્યેલૌક્ય સચરાચરમ્।
મયા સહ મહાસેન! લીન તિષ્ઠતિ સર્વદા ॥
જે ઘરમાં શાલિગ્રામ શિલાનું પૂજન થાય છે, તે ઘર સમસ્ત તીર્થોથી પણ શ્રેષ્ઠ છે. તેના દર્શન માત્રથી બ્રહ્મસત્યો જેવા મહાદોષમાંથી પણ મુક્તિ મળે છે. શાલિગ્રામનું પૂજન તુલસીદલ અને જળાભિષેકથી કરવામાં આવે છે. તુલસી વૈરાગ્યનું પ્રતીક છે. મૃત્યુકાળની અંતિમ સમયે મનુષ્યને અર્પણ કરવામાં આવે છે. પ્રેતભોજન અને પિતૃતર્પણમાં પણ તે અત્યંત પવિત્ર ગણાય છે. શ્રાદ્ધમાં પિંડદાન સમયે શાલિગ્રામનું પૂજન તુલસીદલથી કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે તથા સદ્ગતિને પામે છે. `કંકણ એટલા શંકર’ ગણીને પ્રકૃતિને દેવ તરીકે પૂજનારી આપણી સાંસ્કૃતિક પરંપરાનાં સાંકેતિક રહસ્યોમાં વૈજ્ઞાનિકતા સમાયેલી છે.
શાલિગ્રામ શીલા ઉપર અભિષેક કરેલા જળનું આચમન કરવાથી પણ દિવ્યતા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અનુપમ એવા શાલિગ્રામની સદૈવ પૂજા કરવી જોઈએ.
એકાદશીના માહાત્મ્યનું વાંચન તથા શ્રવણ સર્વ પાપોમાંથી મુક્ત કરાવનારું તથા લક્ષ્મીજીની કૃપા આપનારું છે.
પૂજાનો ત્રીજો પ્રકાર : મિશ્ર પ્રકાર
સંસ્કૃત અને પ્રાકૃત સ્ત્રોતો, સ્તવનો, રામલીલા, કૃષ્ણલીલા, લોકપ્રાધાન્ય પ્રયોગો વગેરે માન્ય ગણાય છે. મુમુક્ષુ માટે તો વૈદિક પ્રણાલિકા જ કામની અને તે પણ વિધિસર અનુસરવી જોઈએ. પૂજા-પાઠ, હોમ-હવન, મંત્ર-જાપ, એમાં જ સર્વસ્વ માનવાનું નથી. ચિત્ત નિર્મળ કરવા આ બધી ક્રિયા જરૂરી છે. ચિત્ત નિર્મળ થયા પછી જ જ્ઞાન સંઘરવાની પાત્રતા સર્જાય છે. પાત્રતા સર્જાઈ ગયા પછી ઉપાસના ગૌણ બને છે. પૂજામાં જે વૈદિક સૂક્તો ભણીએ છીએ તેમાં પરમ તત્ત્વને ઓળખવાની સામગ્રી જ ભરી છે. નારદજી કહે છે, `હે રાજન્! પૂર્વજોના ગુણોનું સતત ચિંતન અને આચરણ એ જ તેમનું સાચું શ્રાદ્ધ છે. પૂર્વજન્મનાં કર્મ અનુસાર જ પ્રારબ્ધ ઘડાય છે અને આ ભવમાં કરેલાં કર્મ અનુસાર આગામી ભવનું પ્રારબ્ધ બંધાય છે.