- વર્લ્ડ કપમાં ભારતની સતત સાતમી જીત
- ભારતે શ્રીલંકા સામે 302 રને જંગી વિજય મેળવ્યો
- પીએમ મોદીએ ટીમની મક્કમતાનાં કર્યા વખાણ
મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને કારમો પરાજય આપ્યો છે. ભારતે વર્લ્ડ કપમાં સતત સાતમી જીત મેળવી છે. ભારતે શ્રીલંકા સામે 302 રનથી ભવ્ય વિજય હાંસલ કરતા ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ભારતની જીત પર પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીનું ટ્વીટ
ભારતનાં આ ભવ્ય વિજય પર ટીમ ઈન્ડિયાને સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમે ટ્વીટમાં લખ્યું છે કે ”વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અણનમ છે! શ્રીલંકા સામેની શાનદાર જીત બદલ ટીમને અભિનંદન! તે અસાધારણ ટીમવર્ક અને મક્કમતાનું પ્રદર્શન હતું.