- પીએમની ન્યૂયોર્ક યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન પણ યોજાઈ શકે છે
- સતત ત્રીજીવાર પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યુનોના શિખર સંમેલનમાં હાજર થશે
- આવતા મહિને 22 અને 23 સપ્ટેમ્બરે શિખર સંમેલનમાં ભારતીય સમુદાયને પીએમ સંબોધિત કરશે
સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી આવતા મહિને એટલે કે, સપ્ટેમ્બરે ભવિષ્ય સંબંધિત યુનોના શિખર સંમેલનમાં સામેલ થવા ન્યૂયોર્ક જઈ શકે છે. સંમેલનમાં વિશ્વના ઘણા નેતાઓ સામેલ થવાની શક્યતા છે. શિખર સંમેલન 22 અને 23 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. ન્યૂયોર્કમાં શિખર સંમેલનના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરવા ઉપરાંત ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં હાજર થઈ સંબોધન કરવાના છે. આ દરમિયાન ક્વાડ સંમેલન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
યુનો અનુસાર, શિખર સંમેલનમાં જુદાજુદા દેશોના નેતા આ મુદ્દે એક નવી આંતરરાષ્ટ્રીય સમંતી બનાવવા એકઠા થશે. ઉપરાંત તેઓ એક ઉત્તમ વર્તમાન તેમજ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં આવશે. વડાપ્રધાન યુનોની મહાસભામાં પણ સામેલ થઈ શકે છે. જોકે નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યાત્રા અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.
ક્વાડ શિખર સંમેલન પણ યોજાશે
આ ઉપરાંત એવું પણ અનુમાન છે કે ન્યૂયોર્કમાં ભવિષ્ય સંબંધિત યુનોના શિખર સંમેલનના ક્વાડ શિખર સંમેલન યોજાવાની શક્યતા છે. આ વર્ષે ચાર દેશોના જૂથને ક્વાડ સંમેલનની યજમાની કરવાનો વારો આવ્યો છે. ક્વાડમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સામેલ છે. ભારતે જાન્યુઆરીમાં ક્વોડ શિખર સંમેલનની યજમાની કરવાની યોજના બનાવી હતી. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતનો પ્રવાસ કરવામાં નહીં આવવાના લીધે આ ન થઈ શક્યું.


