- પીએમ મોદી આગામી મહિને યુક્રેનની મુલાકાતે જશે
- રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી-2022થી યુદ્ધ ચાલી રહ્યું છે
- પીએમ મોદી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાની બે દિવસની મુલાકાતે ગયા હતા. જે બાદ હવે પીએમ મોદી યુક્રેનની મુલાકાતે જશે. દિલ્હીમાં યુક્રેનના દૂતાવાસથી સામે આવેલી જાણકારી પ્રમાણે પીએમ મોદી આગામી મહિને યુક્રેનની રાજધાની કીવ જશે. જ્યાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે મુલાકાત કરશે. આ અગાઉ પીએમ મોદી 8-9 જુલાઈએ રશિયાના પ્રવાસે ગયા હતા. તેઓએ ભારત અને રશિયાના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફેબ્રુઆરી-2022થી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયા સાથે પણ ભારતના ઘણા સારા સંબંધો છે, જે પછી માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કોઈ રસ્તો નીકળી શકે છે.
PM મોદીની યુક્રેનની મુલાકાત શા માટે મહત્વની છે?
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી-2022થી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હવે 882 દિવસથી વધુ ચાલ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે શાંતિની વાત કરી હતી. હવે પીએમ મોદી આવતા મહિને યુક્રેન જશે અને રાષ્ટ્રપતિ જેલેન્સકીને મળશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ બંને દેશો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતિ બની શકે છે. જો કે પીએમ મોદી પહેલા જ યુદ્ધ રોકવાનું સમર્થન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હવે તેઓ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લેશે અને શક્ય છે કે આ પ્રવાસના આવતા મહિને પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લે.
G7 સમિટમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી
વડાપ્રધાન મોદીના યુક્રેન પ્રવાસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ અગાઉ 13થી 15 જૂનની વચ્ચે ઈટાલીમાં થયેલી જી-7 સમિટ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સકીની મુલાકાત થઈ હતી. તેમને યુક્રેનમાં ચાલતી સ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિથી સમાધાન કરવાના સમર્થનમાં છે. આ અગાઉ વર્ષ-2022માં પીએમ મોદી અને જેલેન્સકી વચ્ચે ફોન પર રશિયા-યુક્રેનને લઈ વાતચીત થઈ હતી. ફોન પર થયેલી વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ જેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવા આમંત્રણ પાઠવ્યું હતું.


