વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પીએમ લોરેન્સ વોંગ વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાર્તા પછી બંને દેશોમાં વ્યાપક રણનીતિની ભાગીદારી પછી ચાર મોટા કરાર થયા હતા. આ કરાર બંને દેશનું ભાગ્ય બદલનારા સાબિત થશે. બંને દેશોએ પોતાના ભાગીદાર રાષ્ટ્ર જ નહિ પરંતુ આ પ્રત્યેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ બેઠક પછી સોશિયલ મીડિયા મંચ એકસ પર પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, “સંબંધોમાં એક નવું પ્રકરણ: સંબંધ વ્યાપક રણનીતિક ભાગીદારી પર પહોંચ્યા”
સેમીકંડકટર પર મોટી ડીલ
બંને નેતાઓએ સેમીકંડકટર, ડિજિટલ ટેક્નોલૉજી, કૌશલ વિકાસ અને આરોગ્ય સેવામાં મદદ માટે કરાર અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભારત-સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી સંમેલનના અત્યાર સુધી બે તબક્કામાં થયેલા વિચાર-વિમર્શનું પરિણામ છે. પીએમ વોંગને ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનું તેમનો સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીનું ઉષ્માપૂર્વક સ્વાગત કરવા બદલ વડાપ્રધાન મોદીએ સિંગાપુરના પીએમ વોંગનો આભાર માન્યો હતો.
ગ્રીન કોરિડોર પ્રોજેક્ટમાં તેજી આવશે
પીએમ મોદી અને સિંગાપુરના વડાપ્રધાને ગ્રીન કોરિડોર પ્રોજેક્ટમાં તેજી લાવવા આહ્વાન કર્યું હતું. બંને નેતાઓએ ઓગસ્ટ-2024માં સિંગાપુરમાં આોજિત બીજી ભારત-સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી સંમેલનના પરિણામો પર ચર્ચા કરી હતી. બાદમાં નિવેદનમાં કહેવાયું કે, બંને નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો કે ગોળમેજી સંમેલન એક અનોખી વ્યવસ્થા છે. તેમને દ્વિપક્ષીય સહયોગ માટે એક નવા એજન્ડા પર વિચાર કરવા અને ઓળખવાની દિશઆમાં બંને પક્ષોના સિનિયર મંત્રીઓ દ્વારા કરેલા કાર્યના વખાણ કર્યા હતા. ગોળમેજી સંમેલન દરમ્યાન સહયોગ, સંપર્ક સુવિધા, ડિજિટલાઈઝેશન, આરોગ્ય સેવા અને તબીબી સેવા, કૌશલ વિકાસ તેમજ સ્થિરતાના ક્ષેત્રોમાં જલ્દી પગલાં લેવા આહ્વાન કર્યું.
વેપાર અને રોકાણનો પ્રવાહ વધશે
એક નિવેદનમાં કહેવાયું છે કે, આર્થિક સંબંધોમાં મજબૂત પ્રગતિ પર ભાર મૂકતા બંને નેતાઓએ બંને દેશ વચ્ચે વેપાર તેમજ રોકાણ પ્રવાહને વધારવા આહ્વાન કર્યું. આમાં જણાવાયું કે, પીએમ એ વાત પર પ્રકાશ નાખ્યો કે ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 160 અબજ અમેરિકી ડોલરના રોકાણ સાથે સિંગાપુર ભારતનું એક પ્રમુખ આર્થિક ભાગીદાર છે. તેમને વધુમાં કહ્યું કે, ભારતમાં તેજ અને સતત વિકાસે સિંગાપુરની સંસ્થાઓ માટે રોકાણની અપાર તક ખોલી છે.
સિંગાપુરમાં ભારતનું પ્રથમ આ સેન્ટર ખુલશે
બંને દેશના નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો કે, સેમીકંડકટર અને નવી ટેક્નોલૉજીના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોમાં એક નવું પ્રકરણ ખોલ્યું છે. બંને દેશના સંબંધોને ભવિષ્ય તરફ લઈ જનારું કહ્યું. તેઓની ચર્ચામાં વર્ષ-2025માં દ્વિપક્ષીય સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી પર વાતચીત થઈ. પીએમ મોદીએ કહ્યું કે, ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર સિંગાપુરમાં ખોલાશે


