- UAE ના પ્રેસિડેન્ટ માટે PM મોદી પ્રોટોકોલ તોડશે
- 9 તારીખે UAE ના પ્રેસિડેન્ટને એરપોર્ટ પર રિસીવ કરવા જશે
- PM મોદી UAE ના પ્રેસિડેન્ટ સાથે એરપોર્ટથી ગાંધીનગર આવશે
એરપોર્ટ જશે મોદી
વાયબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો પ્રોટોકોલ તોડશે અને એરપોર્ટ પર જશે
પ્રાપ્ત અહેવાલ અનુસાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં યુએઈના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડશે, વડાપ્રધાન યુએઈના પ્રેસિડેન્ટ માટે પ્રોટોકોલ તોડશે.
મોદી એરપોર્ટ જશે
આજે યુએઈના પ્રેસિડેન્ટ ગુજરાત એરપોર્ટ પર આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો પ્રોટોકોલ તોડીને યુએઈના પ્રેસિડેન્ટને અમદાવાદ એરપોર્ટ રિસીવ કરવા જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ બંને સાથે એરપોર્ટથી ગાંધીનગર આવશે.
ભવ્ય રોડ શો કરશે
ત્યાર બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધીનો રહેશે. જેમાં વડાપ્રધાન અને યુએઈના પ્રેસિડેન્ટ બંને આ ભવ્ય રોડ શોમાં સાથે રહેશે. આ રોડ શો કુલ 7.5 કિલોમીટર લાંબો રહેશે.
ટેસ્ટ ઓફ ભારત
વાયબ્રન્ટ સમિટમાં પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસવામાં આવશે. આ દિવસે મેન્યૂમાં મિલેટ્સની વાનગીઓને પણ રાખવામાં આવશે. મળતી માહિતિ અનુસાર વાયબ્રન્ટ સમિટમાં કોઈને પણ નોન-વેજ અપાશે નહીં.


