નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે .એમ પણ વરસાદી ખેતી પર નભતા લોકો ની ટકાવારી વધુ છે આમતો વરસાદ બાદ રવિ પાક માં તુવેર અને કપાસ ની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણ માં થતી હોય છે .હાલ પડેલા કમોસમી વરસાદ ને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાક ને નુકસાન થવા પામ્યું છે. કેળા સહિત અન્ય પાકો ની સેંકડો એકર જમીનમાં જ્યાં કેળાનું વાવેતર હતું. જે જમીન દોસ્ત થતા ખેડૂતો ને રોવાનો વાળો આવ્યો છે.


