નર્મદામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગજનો , વરિષ્ઠ નાગરિકો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં સરળતા રહે તેમજ એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિશે જાણકારી આપવા માટે માટે જિલ્લા કક્ષાનો વિશેષ કેમ્પ તા. 25/11/2025ના રોજ એમ.આર. હાઈસ્કૂલ, રાજપીપળા ખાતે યોજાયો હતો.
ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમમાં ખાસ કરીને સમાજના આ વર્ગો માટે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીના માર્ગદર્શન અને નાયબ ચૂંટણી અધિકારી ચેતન સુથારની દેખરેખ હેઠળ કેમ્પનું આયોનજ કરાયુ હતું.


