- હજુ પણ એક મૃતદેહની શોધખોળ યથાવત
- નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું
- NDRF સહિતની ટીમો કરી રહી છે શોધખોળ
નર્મદાના પોઇચા નજીક નર્મદા નદીમાં 7 લોકોના ડૂબવાની કરૂણ ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ એક બાળકની શોધખોળ ચાલી રહી છે. હજુ લાપતા બાળકની શોધખોળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકના મૃતદેહને શોધવા માટે નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોઇચા ખાતે ડૂબેલા 7 લોકો માંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં હજુ 7 વર્ષના બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. ચાર દિવસથી NDRF સહિતની ટીમો સતત બાળકની શોધખોળ ચલાવી રહી છે. જેના માટે હવે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે.
નદીનું પાણી બંધ કરવા માટે નર્મદા કલેક્ટર શ્વેતા તેવતીયાએ નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી સાથે પરામર્શ લઈ નર્મદા ડેમમાંથી હાલ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, નર્મદા ડેમ માંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા બાકી એક 7 વર્ષના બાળકના મૃતદેહની શોધખોળ કરવામાં સરળતા રહેશે.


