- ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં એક મહિનાથી ફસાયેલી સ્થિતિમાં
- નાસાએ હજી સુધી સુનિતા વિલિયમ્સને ધરતી પર આવવાની તારીખ નથી જણાવી
- હજી બંનેને અવકાશમાં જ રહેવું પડે તેવી શક્યતા
એક મહિના કરતાં વધુ સમયથી અવકાશમાં ફસાયેલી સ્થિતિમાં રહેલી ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે નાસા તરફથી નિરાશા સાંપડી છે. નાસાએ કહ્યું કે અવકાશ યાત્રીઓ અને બોઈંગ કેપસ્યૂલની ધરતી પર આવવા અંગે હજી કોઈ તારીખ નક્કી નથી. સુનિતા વિલિયમ્સની સાથે ટેસ્ટ પાયલોટ બુચ વિલ્મોર સ્પેસમાં એક મહિના કરતાં વધુ સમયથી ફસાયેલા છે અને હજી તેઓના આવવાનું કોઈ નક્કી નથી.
સુનિતા વિલિયમ્સની સાથે વિલ્મોરે પાંચમી જૂને અવકાશમાં જવા ઉડાન કર્યું. બંને જે મિશન પર ગયા હતા તે માત્ર એક અઠવાડિયાનો જ હતો. જેમાં તેઓને ઓર્બિટિંગ લેબની મુલાકાત લેવાની હતી. પરંતુ સ્પેસક્રાફ્ટમાં હીલિયમ ગૅસ લિક અને થ્રસ્ટર્સ ફેલ થતા બંને ત્યાં ફસાઈ ગયા છે અને હવે તેઓના પરત આવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છ જૂને લિફ્ટ ઑફ બાદ કેપસ્યૂલને અવકાશ સ્ટેશન પાસે પહોંચતા પાંચ થ્રસ્ટર નિષ્ફળ થયા હતા. બંનેને સ્પેસમાં ફસાયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે.
નાસા પરત ફરવાની તારીખ માટે તૈયાર નહિ
નાસાએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર બંને ત્યાં સુધી સ્પેસમાં રહેવું પડશે જ્યાં સુધી તમામ એન્જિનિયર મળીને બોઈંગ કેપસ્યૂલની સમસ્યા સમાપ્ત કરી પોતાનું કામ પૂર્ણ કરી લેશે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું કે મિશન મેનેજર હજી બંનેના પરત આવવાને લઈ કોઈપણ પ્રકારની જાહેરાત કરવા તૈયાર નથી. એન્જિનિયરોએ ગત અઠવાડિયે ન્યૂ મેક્સિકોના રણમાં એક સ્પેયર થ્રસ્ટર પર ટેસ્ટિંગ પૂર્ણ કર્યું હતું અને ડોકિંગ દરમિયાન શું ખોટું થયું એ સમજવાનો પ્રયાસ કરવા આને અલગ કરી દેશે. તપાસ દરમિયાન કહેવાયું કે હીલિયમ લીક અને થ્રસ્ટરનું ખરાબ સીલને લીધે તમામ સમસ્યા થઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે હજી તપાસ થઈ રહી છે.
સુનિતા વિલિયમ્સ ખાનગી કંપનીઓ સાથે કામ કરી રહી છે
બોઈંગના એક અધિકારીએ જણાવ્યું કે, ટીમ આ અઠવાડિયાના અંતમાં સ્પેસ સ્ટેશન પર ડોક કર્યા વગર થ્રસ્ટરનું ટેસ્ટિંગ કરશે. જેના લીધે વધુ ડેટા એકઠો કરી શકાય. સ્પેસ શટલના નિવૃત્તિ પછી નાસાના સ્પેસ સ્ટેશન પર અવકાશ યાત્રીઓની સવારી માટે પ્રાઈવેટ કંપનીઓના કામ રર રાખ્યા જેના માટે બોઈંગ અને સ્પેસએક્સને અબજો ડોલરની ચુકવણી કરાઈ. અહીં બોઈંગનું પ્રથમ પરીક્ષણ હતું. જેમાં ક્રૂ સવાર હતા. સ્પેસએક્સ 2020થી અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જઈ રહી છે.


