- 52 વર્ષ પછી અમેરિકાએ લોન્ચ કર્યું પોતાનું મૂન મિશન
- ખાનગી કંપનીએ બનાવ્યું છે મૂન લેન્ડર ઓડિસિયસ
- છેલ્લે 1972માં મૂન મિશન એપોલો-17 કર્યું હતું લોન્ચ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ 52 વર્ષ બાદ ફરી એકવાર પોતાનું મૂન મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ 15 જાન્યુઆરીના રોજ SpaceXએ મૂન લેન્ડરને લઈ જતાં ફાલ્કન-9 રોકેટ લોન્ચ કર્યું છે. આ રોકેટે સફળતાપૂર્વક ઓડિસિયસ લેન્ડરને પૃથ્વીની ભ્રમણકક્ષામાં છૂટું કરી દીધું. રોકેટ પર નાસાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એજન્સીને આશા છે કે આ અભિયાન 2026માં માનવ મિશન માટે માર્ગ મોકળો કરશે.
ખાનગી કંપની બનાવ્યું મૂન લેન્ડર
ફાલ્કન-9 રોકેટ લોન્ચ થયાના લગભગ 41 મિનિટ પછી મૂન લેન્ડરના એન્જિન ફરી સ્ટાર્ટ થશે, જેનાથી મૂન લેન્ડર ઓડિસિયસને ચંદ્ર તરફ લઈ જવાની ગતિ વધારશે. પોતાના રોકેટથી લેન્ડર લોન્ચ કરનારી સંસ્થા SpaceXએ આ અંગે ટ્વિટર પર માહિતી શેર કરી છે. નાસા એક ખાનગી કંપનીના મૂન લેન્ડરને ચંદ્ર પર ઉતારવા જઈ રહ્યું છે. આ લેન્ડર ઈન્ટ્યુટિવ મશીન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. લેન્ડરને ઓડિસિયસ લેન્ડર નામ આપવામાં આવ્યું છે.
15 ને બદલે 15 ફેબ્રુઆરીએ થયું લોન્ચ
SpaceXના જણાવ્યા અનુસાર, ઓડિસિયસ લેન્ડરને IM-1 નામ આપવામાં આવ્યું છે. SpaceX રોકેટ 14 ફેબ્રુઆરીએ લોન્ચ થવાનું હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે લોન્ચિંગ થઈ શક્યું ન હતું. આજે 15 જાન્યુઆરીએ ફાલ્કન-9 રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ વિશે માહિતી આપવામાં આવી છે. જો બધું બરાબર રહ્યું તો IM-1 લેન્ડર 22 ફેબ્રુઆરી 2024ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.
કેટલા દિવસનું છે નાસાનું મૂન મિશન
નાસાનું મૂન મિશન કુલ 16 દિવસનું છે. લેન્ડ કર્યા બાદ ચંદ્ર પર IM-1 લેન્ડર 7 દિવસ સુધી સક્રિય રહેશે અને નાસને જરૂરી જાણકારી આપશે. નાસા અને IM કંપની ઈચ્છે કે આ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ખાતે આવેલ માલાપર્ટ ક્રેટર પાસે ઉતારવામાં આવે. જો બધુ જ બરાબર ચાલ્યું તો 9 દિવસ પછી IM-1 લેન્ડર ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે. આ અભિયાન કુલ બે સપ્તાહનું છે કારણ કે ત્યારબાદ દક્ષિણ ધ્રુવ પર અંધારું છવાઈ જશે. અમેરિકન અવકાશ એજન્સી નાસાએ આ પહેલા વર્ષ 1972માં એપોલો-17 નામથી મૂન મિશન લોન્ચ કર્યું હતું.


