- તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ન કરાતા માર્ગવ્યવહાર ખોરવાયો
- ચોમાસામાં હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા
- નસવાડી કાંધા રોડ ઉપર જોખમી વૃક્ષની ડાળીઓ નમી પડતા સિમેન્ટ ભરેલી ટ્રક ફ્સાઈ ગઇ હતી.
નસવાડી કાંધા રોડ ઉપર ટ્રક ફ્સાઈ રોડ ઉપર વૃક્ષની ડાળીઓ નમી પડતા ભારદારી વાહનો અટવાયા હતા. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા જોખમી વૃક્ષઓની ડાળીઓ ના કપાતા વાહનચાલકો ચોમાસામાં હેરાન પરેશાન થઇ રહ્યાં છે,
નસવાડી તાલુકામાં પ્રી-મોન્સૂન ની કામગીરી તંત્ર દ્વારા ના કરવામાં આવતા નસવાડી કાંધા રોડ ઉપર વરસાદમાં વૃક્ષોની ડાળીઓ તૂટીને નમી પડતા ભારદારી વાહનો નીકળવામાં મુશ્કેલી પડી હતી નસવાડી થી કાંધા તરફ્ એક ટ્રક જતી હતી પરંતુ વૃક્ષની ડાળી રોડ ઉપર નમી પડી હતી જેનાથી ટ્રક અટવાઈ ગઈ હતી જેને લઇ વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો અને ટ્રાફ્કિ જામ થઇ ગયું હતું ટ્રક આગળ ના જઈ શકતા ટ્રક પાછી રિટર્ન કરી બીજા રસ્તા ઉપરથી પસાર થવું પડયું હતું જયારે નસવાડી થી પાલસર અને નસવાડી થી દેવલીયા,નસવાડી થી બોડેલી સહીત અન્ય રસ્તા ઉપર અનેક વૃક્ષો નમી પડયા છે વારંવાર લોકોએ રજૂઆત કરી પરંતુ સ્ટેટ આર એન્ડ બી વિભાગ અને વન વિભાગ આ વૃક્ષો કાપવાની કામગીરી કરતુ જ નથી જેથી ચોમાસામાં આ વૃક્ષની ડાળીઓ ધરાશય થશે ત્યારે વાહનચાલકો દબાઈ જશે અને કયાંક વૃક્ષઓથી વાહનવ્યવહાર ઠપ થઇ જશે જેવી અનેક મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે સરકાર દ્વારા લાખો રૂપિયા પી મુનસુનની કામગીરી માટે આપવામાં આવે છે અને કાગળો ઉપર ખર્ચ દેખાડવામાં આવે છે પરંતુ ચોમાસા પેહલા કોઈ કામગીરી કરાતી જ નથી અને જેનો ભોગ વાહન ચાલકો બને છે હાલ તો નસવાડી કાંધા રોડ ઉપર એક સિમેન્ટ ભરેલી ગાડી અડધા રસ્તે સુધી આવી ગઈ હતી અને ઝાડ ની દાળ તૂટેલી હોવાથી રોડ પર નમી પડી હતી તે સિમેન્ટ ભરેલી ગાડી ના નીકળતા બે તરફ્ વાહનો પણ જમા થઈ ગયા હતા આવી પરિસ્થિતિમાં અધિકારીઓએ કચેરીની બહાર નીકળી અને પ્રજાની સમસ્યાને જોવી જોઈએ અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ આક્રમકઃ વલણ રાખી જોખમી વૃક્ષઓની ડાળીઓ કપાવી જોઈએ અને અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ જેથી ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના ના બને, મિટિંગોમાં તો અધિકારીઓ સબ સહી હૈ ના રિપોર્ટ કરી દે છે પરંતુ પરિસ્થિતિ સ્થળ ઉપર કઈ અલગ જ હોય છે.


