- માતૃભાષાના અનાદરનુ ભારે પ્રાયિૃત કરવુ પડશે
- 150 તાલીમાર્થી, પ્રાધ્યાપકો મારા હસ્તાક્ષર
- મારી માતૃભાષા અભિયાનમાં સહભાગી બન્યા
નસવાડી ખાતે આવેલી સરકારી બી. એડ. કૉલેજ, ખાતે વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. મળી માતૃભાષા મને ગુજરાતી ગરિમામય ઉજવણી યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનાં સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું અને કાર્યક્રમ માં કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
સરકારી બી. એડ. કૉલેજ, નસવાડી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં માતૃભાષાને લગતા વિવિધ ચિત્રો, માતૃભાષાનો ઇતિહાસ દર્શાવતા ચાર્ટ, માતૃભાષાની સુવાસ પ્રસરાવતા ગીતો અને કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિશ્રી અનિલવાળા,કવિશ્રી પૂજ્ય બાપુ, કવિશ્રી વિજયસિંહ ઠાકોર જેવા કવિ આવ્યા હતા સાથે ઉપસ્થિત 150 જેટલા તાલીમાર્થીઓ અને પ્રાધ્યાપકો મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં અભિયાનમાં સહભાગી બન્યા હતા. માતૃભાષા એટલે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. બાળકને માતા તરફ્થી મળેલી ભાષા, પરિવાર માં બોલાતી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા પણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.
ભાષા એ સંવાદનું માધ્યમ છે. આપણે આપણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યકિત ભાષાના માઘ્યમથી કરીએ છીએ. માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. માતૃભાષાનું મહત્વ સમજાવતા ગાંધીજીએ લખ્યું છેઃ ક્ષ્માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફ્ત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ખરેખર તો માતૃભાષા વ્યક્તિ માત્ર નું સંવર્ધન કરે છે. આ કાર્યક્રમ નું તાલીમાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.


