- પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો 172 રનથી પરાજય
- આ મેચમાં ઓસ્ટ્રેલિયાના નાથન લાયને ઝડપી 10 વિકેટ
- ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનારા વિશ્વનો બીજો બોલર
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે 172 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્પિનર નાથન લાયને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. બે ટેસ્ટ મેચની શ્રેણીમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સ્પિનર નાથન લાયને પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
નાથન લાયનની શાનદાર બોલિંગ કરી
નાથન લાયને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં તેણે 27 ઓવરમાં 65 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેના કારણે જ ન્યુઝીલેન્ડની ટીમ બીજા દાવમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી. નાથન લાયને ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારો 10મો સ્પિનર બની ગયો છે.
18 વર્ષ પછી કર્યું મોટું કારનામું
2006 પછી આ પ્રથમ વખત છે. જ્યારે ન્યુઝીલેન્ડની ધરતી પર એક ટેસ્ટ મેચમાં સ્પિન બોલરે 10 વિકેટ ઝડપી છે. વર્ષ 2006માં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. તે મેચમાં ડેનિયલ વેટ્ટોરી અને મુથૈયા મુરલીધરને 10-10 વિકેટ લીધી હતી. હવે 18 વર્ષ બાદ નાથન લાયને ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી છે.
આ બાબતમાં બીજા સ્થાને
ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન લાયને બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે રંગના હેરાથને પાછળ છોડી દીધો છે. નાથન લાયને ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં 119 વિકેટ ઝડપી છે. જ્યારે હેરાથે 115 વિકેટ લીધી છે. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે શેન વોર્ન નંબર વન પર છે. તેણે 138 ટેસ્ટ વિકેટ લીધી છે.
ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર
- શેન વોર્ન- 138 વિકેટ
- નાથન લાયન- 119 વિકેટ
- રંગના હેરાથ- 115 વિકેટ
- મુથૈયા મુરલીધરન- 106 વિકેટ
- ગ્લેન મેકગ્રા- 103 વિકેટ


