- 2014માં પહેલી વખત ઉજવાયો હતો કેન્સર દિવસ
- ભારતમાં દર વર્ષે 1.1 મિલિયન નવા કેન્સર કેસ આવે છે
- 2040 સુધીમાં એશિયામાં બીમારીના નવા કિસ્સામાં 59.2 ટકાનો વધારો
કેન્સર જીવલેણ બીમારી છે પણ તેને સોથી વધારે ખતરનાક પણ માનવામાં આવે છે. તેની સૌથી મોટી મુશ્કેલી છે કે તેની ઓળખ કરવી. કેન્સરના લક્ષણ એવા છે કે તેને જલ્દી ઓળખી શકાતું નથી, તેની સારવાર માટે દર વર્ષે 7 નવેમ્બરે નેશનલ કેન્સર જાગરૂકતા દિવસની ઉજવણી કરાય છે. 2014માં પહેલી વાર આ દિવસે તેની ઉજવણી કરવામાં આવી હતી.
જાણો શું કહે છે WHO
WHO ના આધારે કેન્સર દુનિયાભરમાં મોતનું બીજું પ્રમુખ કારણ છે. ગ્લોબલ લેવલની વાત કરીએ તો 6માંથી 1 મોતનું કારણ કેન્સર છે. વર્ષ 2020માં WHO દ્વારા જાહેર કરાયેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયા ઘાતક બીમારીના વૈશ્વિક કિસ્સામાં કુલ સંખ્યા 49.3 ટકાની ધરાવે છે. રિપોર્ટમાં અનુમાન કરાયું છે કે 2020-2040 સુધીમાં આ બીમારીના નવા કિસ્સામાં 59.2 ટકાનો વધારો થશે. આ સાથે એમ પણ કહેવાયું છે કે 10માંથી 1 ભારતીયએ પોતાના જીવનકાળમાં કેન્સર થશે અને 15માંથી 1નું તેનાથી મોત થશે. આ સાથે ભારતમાં દર વર્ષે 1.1 મિલિયન નવા કેન્સરના કેસ સામે આવે છે અને તેમાંથી અધિંકાંશ કેસનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે બીમારી થર્ડ લેવલમાં પહોંચી જાય છે.
રાષ્ટ્રીય કેન્સર જાગરૂકતા દિવસનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે આ દિવસની જાહેરાત પહેલી વાર સપ્ટેમ્બર 2014માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી હતી. આ વર્ષે 2014માં આ દિવસે પહેલીવાર તેને ઉજવવામાં આવ્યો અને કેન્સરની જલ્દી સારવાર કેવી રીતે કરાય અને તેના માટે કઈ પદ્ધતિની જરૂર છે તેની પર ફોકસ રખાશે.
કેન્સર શું છે?
WHO અનુસાર ‘કેન્સર એ રોગોનું એક મોટું જૂથ છે જે શરીરના લગભગ કોઈપણ અંગ અથવા પેશીઓમાં શરૂ થઈ શકે છે જ્યારે અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધે છે, તેમની સામાન્ય સીમાઓથી આગળ વધે છે અને શરીરના નજીકના ભાગો પર આક્રમણ કરે છે. પછીની પ્રક્રિયાને મેટાસ્ટેસાઇઝિંગ કહેવામાં આવે છે અને તે કેન્સરથી મૃત્યુનું મુખ્ય કારણ છે.
કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર
પુરુષોમાં કેન્સરના સૌથી સામાન્ય પ્રકારો ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર છે, જ્યારે સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર છે.
કેન્સરનું કારણ શું છે?
જ્યારે કેન્સર થાય છે ત્યારે ટિશ્યૂ ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે અને ગાંઠમાં ફેરવાય છે. જે સામાન્ય રીતે કેન્સર કે ઘાનું રૂપ ધારણ કરે છે. તમારી ખરાબ જીવનશૈલી કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે. સ્તન કેન્સર અને કોલોરેક્ટમ કેન્સર વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.
શું આપણે કેન્સરને અટકાવી શકીએ?
- તમાકુનું સેવન ટાળો
- શરીરનું વજન જાળવી રાખવું
- તંદુરસ્ત આહાર લેવો, (તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો)
- શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે
- દારૂ પીવાનું ટાળો અથવા ઓછું કરો
- એચપીવી અને હેપેટાઇટિસ બી સામે રસી મેળવવી
- અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને ટાળો (સૂર્યપ્રકાશ અને કૃત્રિમ ટેનિંગ ઉપકરણોના વધુ પડતા સંપર્કને ટાળો)
- આરોગ્ય સંભાળમાં રેડિયેશનના સલામત અને યોગ્ય ઉપયોગની ખાતરી કરવી.
- આઉટડોર અને ઇન્ડોર વાયુ પ્રદૂષણના સંપર્કમાં ઘટાડો