- લીકર પોલિસી સ્કેમ મામલે કેજરીવાલ પર પ્રહાર
- નવજોત સિદ્ધુએ કેજરીવાલને યાદ અપાવી જૂની વાત
- ઇડી સમક્ષ હાજર ન થવા બદલે સિદ્ધુએ કર્યા પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ લીકર પોલીસી મામલે ઇડીએ અનેકવાર સમન્સ પાઠવ્યુ છે. પરંતુ એક પણ વાર તેઓ હાજર રહ્યા નથી. જે મામલે હવે પંજાબના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.
સિદ્ધુએ કેજરીવાલને લીધા આડેહાથ
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ કથિત કૌભાંડ મામલે મૌન કેમ છે. સિદ્ધુએ કેજરીવાલનું જૂનું નિવેદન પણ શેર કર્યું, જેમાં તેઓ કહી રહ્યા છે કે જ્યારે કોઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED અથવા CBIના સમન્સ પર હાજર નથી થતું ત્યારે ‘મારું માથું શરમથી ઝૂકી જાય છે.’
સિદ્ધુએ યાદ અપાવી જૂની વાત
સિદ્ધુએ કેજરીવાલની એક જૂની પોસ્ટ પણ શેર કરી છે, જેમાં AAPના રાષ્ટ્રીય સંયોજક કહી રહ્યા છે કે, ‘જ્યારે આપણા ભ્રષ્ટ નેતાઓ એક પછી એક અનેક સમન્સ પછી પણ ED અને CBI સમક્ષ હાજર થતા નથી, ત્યારે એક દેશભક્ત ભારતીય હોવાને કારણે મને લાગે છે. શરમથી માથું ઝુકી જાય છે. આરોપો લાગતાની સાથે જ તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સિદ્ધુએ આ પોસ્ટ સાથે લખ્યું, ‘તમે જે પણ પ્રચાર કરી રહ્યા છો, તેને અનુસરો. જ્યાં સુધી તમે નિર્દોષ સાબિત ન થાઓ ત્યાં સુધી તમારા પદ પરથી રાજીનામું આપો, જેમ ક મેં ડિસેમ્બર 2006માં કર્યું હતું
કેજરીવાલને પાઠવ્યુ છે સમન્સ
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ 2 જાન્યુઆરીએ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઈ શકે છે. અગાઉ 18 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે EDએ એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના રાષ્ટ્રીય કન્વીનરને સમન્સ પાઠવ્યા હતા.છે. અગાઉ 18 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે EDએ એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના રાષ્ટ્રીય કન્વીનરને સમન્સ પાઠવ્યા હતા.


