નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજયભરમાં છ સ્થળોએ મેળો યોજવા સંઘ દ્વારા આયોજન : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

અગ્ર ગુજરાત, રાજકોટ
નવનાત વણિક સમાજ રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહે જણાવ્યું છે કે વણિક સમાજના અલગ-અલગ ફિરકા જેનો સમુદાય એક કરવા અર્થે થયેલ સંગઠન જે નવનાત વણિક સમાજ છે. જેમનો સમાજમાં બહુ જ મહત્વનો ગૂંચવાતો પ્રશ્ન દિકરી-દિકરાના વેવિશાળનો છે. જેના માટે એનએનવીએસ સમાજલક્ષી વેવિશાળ લગતો સેવાયજ્ઞ જેમાં વેવિશાળ માટે સંસ્થા દ્વારા પ્રથમ ભાવનગર ખાતે તા.૨૮-૧૨-૨૫ની સફળતા બાદ ટોટલ છ યુવા મેળાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં બીજો યુવા મેળો તા.૨૯-3-૨૬ને રવિવારના રોજ રાજકોટ ખાતે હોટેલ કાવેરી ખાતે આયોજન કરાયું છે.
યુવા મેળામાં રાજકોટ દિકરા-દિકરી, ડિવોર્સી ટોટલ ૧૦૦ સંખ્યા લેવાશે. 3૨૦ રૂપિયા દરેક રજીસ્ટ્રેશન માટે ભરવા જેમાં (વોટસએપ સંગ્રહાલય) એક વર્ષ માટે જોઇનીંગ થશે. સંસ્થા ૧૫૦૦૦ સદસ્યાથી વધારી ત્રીજા વર્ષમાં ત્રણ લાખ સદસ્યો કરવા આપનો સાથ સહકાર સાથે જિલ્લા કમિટીમાં જોડાવવા સાથે બાયોડેટા મોકલવા મો.૯૮૯૮૭ ૫૨૭૬૦નો સંપર્ક કરવો તેમ અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા યોગેશભાઇ બાવીસી, જીજ્ઞેશભાઇ વાગડીયા, સમીરભાઇ ઘોડાદરા, સ્વીટીબેન મહેતા, બીનાબેન શેઠ, આશાબેન ગોસલીયા, દિપાલીબેન વોરા, નરેન્દ્રભાઇ સોરઠીયા (કોઇન મેન), મયુરભાઇ શાહ, જસ્મીનભાઇ દેસાઇ, જીજ્ઞાબેન મહેતા, દેવાંગભાઇ મહેતાએ જણાવ્યું છે. અરજી તા.૨૫ માર્ચ સુધી સ્વીકારાશે.


