- નવરાત્રિમાં આ સ્ટ્રીટ ફૂડ્સની માણો મજા
- સેન્ડવીચથી લઈને પિત્ઝા અને આઈસક્રીમની માણો મજા
- ગરબા બાદની ભૂખ સંતોષશે જાણીતા ફૂડ આઉટલેટ્સ
ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેઓ ખાવાના શોખીન હોય છે. આ સાથે જ તેઓ તહેવાર મનાવવામાં પણ જોશીલા હોય છે. જો તમે આજથી રાતે ગરબે ઘૂમ્યા બાદ બહાર નીકળશો તો તમે જોશો કે અમદાવાદના અનેક વિસ્તારોમાં અનેક દુકાનોએ લાંબી લાઈનો હશે. ખેલૈયાઓ ગરબે રમ્યા બાદ અહીં પેટપૂજા કરવા પહોંચી જાય છે. ગુજરાતના દરેક ખૂણે ખૂણે કોઈના કોઈ વસ્તુ તો પ્રખ્યાત હોય જ છે. તો ચેક કરી લો અહીં આપેલું ખાસ લિસ્ટ અને પછી તમે તમારા વિસ્તારની ફેમસ જગ્યાઓની પણ મજા લો.
- મણીનગરના માસીની પાણીપૂરી
- માણેક ચોકમાં તમામ વેરાયટી મળશે
- ઋતુરાજના મસ્કાબન-ચા
- શંભૂની કોફી
- દાસના ખમણ-સેવખમણી
- ઑનેસ્ટના ભાજી-પાંવ
- મોતી બેકરીની નાનખટાઇ
- ચંદ્ર વિલાસના ફાફડા જલેબી
- સૌરાષ્ટ્રના ફાફડા, લસ્સી
- લો ગાર્ડન બહાર ઢોંસા અને પાવભાજી
- જનતાનો કોકો
- નેહરુનગરના ગાંઠિયા
- અંબિકાના દાળવડા
- રાયપુરના ભજીયા
- ફરકીના ફાલૂદા
- એમબીએ ચાયવાલા
- ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ
- રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ
- ચારભૂજાની સેન્ડવીચ
- જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ
- શશીનુ ચવાણું
- વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા
- સાબરમતી જેલના ભજીયા
- કર્ણાવતીની દાબેલી
- રાજસ્થાન આઇસ્ક્રીમ
- અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ
- દોસીવાડા પોળના ખરખરિયા
- વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન
- જુના શેર-બજારનું ચવાણું
- મેમનગરની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ
- લક્ષ્મીના ગાંઠિયા
- ગીતાની સમોસા-કચોરી
- ઝવેરવાડની પાણીપૂરી
- વિદ્યાપીઠ પાસેના થેપલા
- કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક
- ઝવેરીવાડના ચોકલેટ પિઝા
- સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ
- ગુજરાત યુનિવર્સિટીના ઢોંસા
- જશીબેનના પિઝા
- વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી
- જયભવાનીના વડાપાંવ
- સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ
- શંકરનો આઇસ્ક્રીમ
- ઝવેરીવાડની દાળિયાની ચટણી
- મણિનગરના ટામેટાના ભજીયા
- બાપુનગરના ગોંડલના ગાઠિયા
- વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ
- પાંચ કૂવાની ફૂલવડી
- લક્ષ્મી બેકરીની પેટિસ
- શ્રી રામના ખમણ
- સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ
- હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ
- પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી
- આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી
- ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર, ખાખરા અને ઢોસાના ખાખરા
- સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી
- એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ
- અંકુરના આણંદ દાળવડા
- નિકોલમાં દિનેશના ભજીયા
- શુકન ચોકડીની ભાજી પાઉં
- કૃષ્ણનગરમાં માસીની 7 પાણીની પાણીપુરી.
તહેવાર આવે એટલે ગુજરાતીઓ તેની મજા લેવા લાગે છે. આ એ સમય છે જ્યારે તેઓ મોંઘવારીમાં પણ મન મૂકીને રૂપિયા ખર્ચ કરી લેતા હોય છે. તો ફેમસ સ્ટ્રીટ ફૂડ્સ માર્કેટ આ સમયે સારું એવું કમાઈ લેતા હોય છે. તહેવાર દરેક વ્યક્તિને માટે ખુશીઓ લઈને આવે છે.