- બોડીડિટોક્સ અને વેટલોસ માટે ઉપવાસ રહેશે લાભદાયી
- સાબુદાણાને એનર્જીનું પાવરહાઉસ માનવામાં આવે છે
- ડાયટરી ફાઈબર યુક્ત કુટ્ટુના લોટનો ઉપયોગ પણ ફાયદારુપ
2 દિવસ બાદ પવિત્ર એવી શારદિય નવરાત્રિની શરૂઆત થશે. નવરાત્રિના સમયે પંડાલ સજાવીને દેવી દુર્ગાની પૂજા કરાશે અને સાથે માતાને પ્રસન્ન કરવા માટે અનેક લોકો 9 દિવસના ઉપવાસ પણ કરે છે, ધર્મ અને વિજ્ઞાનમાં આ ઉપવાસના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. તો જાણો કે ઉપવાસમાં શું ખાવાથી તમારો સ્ટેમિના જળવાઈ રહેશે.
જો લોકો બોડી ડિટોક્સ કરવા ઈચ્છે છે તેમના માટે વ્રત કરવાનું સારું રહેશે. આ સિવાય વેટ લોસ માટે પણ વ્રત રાખવાનું સારું છે. આ સિવાય જો તમે હેલ્ધી ડાયટની સાથે વ્રત કરો છો તો બોડીને અનેક ફાયદા થશે. તો જાણો નવરાત્રિના ઉપવાસમાં શું ખાવું.
સાબુદાણા
સાબુદાણા ન ફક્ત નવરાત્રિમાં ખવાય છે પણ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર હોય છે. તેના કારણે તે અનર્જીનું પાવરહાઉસ પણ કહેવાય છે. આ સિવાય સાબુદાણા ગ્લૂટેન ફ્રી હોય છે અને સાથે લોકોને હેલ્ધી માનવામાં આવે છે. તેના ગ્લૂટેનથી એલર્જીની સમસ્યા થાય. આ સાથે જ સાબુદાણા પણ સરળતાથી પચી જાય છે. વ્રતના સમયે સાબુદાણાની ખીચડી કે ખીર ખાવાથી પણ લાભ થાય છે.
કુટ્ટુનો લોટ
આ લોટને બકવ્હીટના નામથી ઓળખવામાં આવે છે. તેના અનેક હેલ્થ બેનિફિટ્સ છે. ખાસ કરીને નવરાત્રિમાં ઉપવાસમાં આ લોટની ડિમાન્ડ વધી જાય છે. તેમાં વિટામિન બી, મિનરલ્સ અને આયર્ન જેવી અનેક ચીજો હોય છે. તેમાં ડાયટરી ફાઈબર પણ મળી રહે છે. જે વારે ઘડી ભૂખ લાગવાને રોકે છે. આ સાથે કુટ્ટુના લોટનો ગ્લાસેમિક ઈન્ડેક્સ ઘટે છે. તેનાથી બ્લડ શુગર મેન્ટેન રહે છે.
મખાણા
મખાણા પણ હેલ્થને માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાંથી પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સનું પ્રમાણ વધારે હોય છે. તો સાથે જ કેલેરી કાઉન્ટ પણ ઘટે છે. વેટ લોસ કરનારા લોકો માટે પણ મખાણાનું સેવન લાભદાયી માનવામાં આવે છે. આ ક્રોનિક બીમારીના ખતરાને ઘટાડે છે.