- ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું કરો સેવન
- કોળું અને દૂધી ઘટાડશે વજન
- દહીં, ફ્રૂટ અને નારિયેળ પાણી કરશે મદદ
નવરાત્રિમાં તમે વ્રતની સાથે સાથે જો વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમે ડાયટનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે. અનેક લોકો વ્રતમાં પરાઠા, પૂરી, ભજિયા અને તળેલા બટાકા ખાતા હોય છે. તેનાથી વજન ઓછું થવાને બદલે વધી જાય છે. જો તમે વેટ લોસને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરી રહ્યા છો તો તમારે એવું ફૂડ લેવું જેનું પ્રમાણ ઓછું હોય પણ પેટ ભરેલું અનુભવાય અને વજન પણ ઘટે. તો જાણો કઈ ચીજોનું સેવન વજન ઘટાડશે.
શું ખાવું કે જેનાથી તમારું વજન ઝડપથી ઘટે
ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ
વ્રતમાં શરીરને એનર્જીની જરૂર રહે છે. તેને માટે ડ્રાયફ્રૂટ્સ ખાવાનું શરૂ કરો. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં ગુડ ફેટ વધે છે. તમે દિવસમાં 1 મૂઠ્ઠી નટ્સ ખાઈ લો છો તો તમને તરત જ એનર્જી મળશે અને સાથે લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે નહીં. તમે પલાળીને ખાશો તો વધારે ફાયદો મળશે.
કોળું અને દૂધી
વ્રતમાં તમે કોળું કે શિંગોડાના લોટની રોટલી ખાઈ શકો છો, તમે આ રોટલીને દૂધીના શાક સાથે પણ ટ્રાય કરી શકો છો. તેનાથી તમારું પેટ ભરેલું રહેશે અને વજન પણ ઘટશે. તમે લીલા મરચા અને જીરામાં આ શાકને બનાવી શકો છો. દૂધીના સેવનથી વજન ઝડપથી ઘટે છે.
દહીં
વ્રતમાં તમે જે પણ ડાયટ પ્લાન કરો તેમાં 1 વાટકી દહીં રાખો. દહીં ખાવાથી પેટ જલ્દી ભરાય છે અને બોડી ડિટોક્સ રહે છે. આ સાથે દહીં વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો રોજ દહીં ખાય છે તેમની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત રહે છે. વ્રતમાં દહીંથી બનેલી લસ્સી કે જીરાવાળી છાશ પણ પી શકાય છે. તેનાથી શરીરને એનર્જી મળશે અને વજન પણ ઉતરશે.
ફળ અને શાક
વેટ લોસમાં ડાયટમાં વધુ ને વધુ ફળ અને શાકને સામેલ કરો. ઉપવાસમાં તમારી પસંદના ફળ ખાઓ. તેનાથી શરીરને વિટામિન્સ અને મિનરલ્સ મળશે. ફળ ખાવાથી વેટ લોસમાં મદદ મળે છે. તમે સીઝનલ ફળને ડાયટનો ભાગ બનાવો. આ સિવાય કાકડી, ટામેટા, ગાજર અને બીટને પણ સલાડની રીતે ખાઓ. તેનાથી ઝડપથી વજન ઓછું થશે.
નારિયેળ
વ્રતમાં રોજ એકવાર નારિયેળ પાણી પીઓ. તેનાથી બોડી હાઈડ્રેટ રહેશે અને શરીરને એનર્જી મળશે. તમે ઈચ્છો તો કાચું નારિયેળ પણ ખાઈ શકો છો. તમે કુટ્ટુના ચિલ્લા બનાવીને નારિયેળની ચટણી સાથે ખાઈ શકો છો. નારિયેળમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સથી વ્રતના દિવસે તમે પોતાને ચાર્જ રાખી શકો છો. આ સિવાય ભોજનમાં ડેરી પ્રોડક્ટ્સ જેવા કે પનીરને પણ સામેલ કરો. તેનાથી પેટ ભરેલું રહેશે અને વજન પણ ઘટશે.