- મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે હતો જંગ
- મહાજન પેનલના સાતેય ઉમેદવારો વિજયી
- સવારે ચૂંટણી અને સાંજે પરિણામ જાહેર
નવસારી જિલ્લા મહાજન મંડળની આજ રોજ યોજાયેલી ચૂંટણીમાં કેલ્ક્યુલેટરના નિશાન સાથે મહાજન પેનલ મેદાનમાં ઉતરી હતી.જ્યારે કિટલીના નિશાન સાથે ચૂંટણી જંગમાં ઉતરેલી વિકાસ પેનલે ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના સાત હોદ્દાઓ માટે ખેલાયેલા આ ચૂંટણી જંગમાં મહાજન પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો. મોડી સાંજે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં રાજુ દેરાસારિયાને પ્રમુખ અને નીતિન કંસારાને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા હતા.સાથે જ મહાજન પેનલના સાતેય ઉમેદવારોને વિજેતા જાહેર કરાતા મહાજન મંડળમાં આનંદની લાગણી વ્યાપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સ
જોકે ગત બે વર્ષોમાં બિલ્ડર ભરત સુખડીયાની ચેમ્બરના પ્રમુખ પદે નિયુક્તિ થતા ચેમ્બર ઓફ કોમર્સને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ચેમ્બરનાં નવા ભવન માટે જમીન લેવાની તૈયારી પણ કરી લીધી હતી. જોકે કાર્યકાળ પૂર્ણ થતા ચેમ્બરના નવા પ્રમુખ અને તેમની ટીમ પરંપરા મુજબ તમામ સભાસદો વચ્ચે સુમેળ સાધીને જાહેર કરવાના પ્રયાસો થયા. પરંતુ ચૂંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે આ વર્ષે હીરા ઉદ્યમી રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલ અને સીએ વિનોદ દેસાઈની વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને આજે મતદાન શરૂ થયું છે.રંતુ ચેમ્બરમાં ફક્ત 1800 જ સભાસદો છે, જેથી નવસારી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, સાથે જ વાસી ગામે PM મિત્રા પાર્ક સ્થપાવા જઈ રહ્યો છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના નવા સત્તાધીશો નવસારીને વેપાર ઉદ્યોગમાં નવી દિશા તેમજ ઉંચાઈ આપે એવી આશા સેવાઈ રહી છે. જેમાં મહાજન પેનલ ચેમ્બરના નવા ભવન સાથે ટ્રેન કનેક્ટીવીટી તેમજ વેપારીઓની સમસ્યા, રજૂઆતો આવશે તો તેને યોગ્ય સ્થાને મુકવાના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે. બીજી તરફ ભાજપ સામે ભાજપની લડાઇને રદિયો આપી, વેપારીઓના વિકાસ માટે જ પૂર્વ પ્રમુખો અને આગેવાનોના સહયોગથી બનેલી પેનલ ચૂંટણીમાં જીત મેળવશેનો આશાવાદ વ્યકત કરાયો હતો.


