- ખડાસુપા ગામના યુવકો હોવાની પ્રાથમિક માહિતી
- બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે
- ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે
નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા છે. જેમાં ખડાસુપા ગામના યુવકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે. તેમજ 4 લોકોની શોધખોળ યથાવત છે. તેમાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.
તરવૈયા, હોમગાર્ડ અને પોલીસે લાપતા લોકોની શોધખોળ હાથ ધરી
તમામ રહેવાસીઓ નવસારીના ખડાસુપા ગામના હોવાની પ્રાથમિક માહિતી છે. જેમાં ડૂબી રહેલા લોકોએ બચાવ માટે બૂમાબૂમ કરતા 2 ને બચાવી લેવાયા છે. 4 લોકો હજી લાપતા છે. સ્થાનિક તરવૈયા, હોમગાર્ડ અને પોલીસે લાપતા લોકોની શોધખોળ હાથ ધરી છે.
નવસારીના દાંડીના દરિયાકાંઠે લોકો ફરવા માટે આવ્યા હતા
આજે રવિવારની રજા હોવાથી નવસારીના દાંડીના દરિયાકાંઠે લોકો ફરવા માટે આવ્યા હતા અને ન્હાવાની માજા માણી રહ્યા હતા. ત્યારે 6 લોકો ડૂબી જતા ઘટનાસ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડે 2 પુરુષોને બચાવી લીધા હતા. જ્યારે એક મહિલા, એક યુવતી અને બે પુરુષો પાણીમાં ગરકાવ થઈ જતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે.


