- નઝમુલ હસન BCBના પ્રમુખ પદેથી રાજીનામું આપશે
- નઝમુલ હસન 2012થી BCBના પ્રમુખ તરીકે કાર્યરત
- નઝમુલને યુવા અને રમત મંત્રાલયમાં આપ્યું મોટું પદ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, જેના પછી તેમણે પોતાનું પદ છોડવું પડશે. હવે તેમને યુવા અને રમત મંત્રાલયમાં મોટું પદ આપવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં નઝમુલ હસનની નિમણૂક બાદ મોટો સવાલ એ હતો કે શું તેઓ BCB પ્રમુખ તરીકેનો કાર્યકાળ ચાલુ રાખશે. નઝમુલ હસન 2012થી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
શું નઝમુલ હસન બે હોદ્દા રાખવા માંગે છે?
યુવા અને રમત મંત્રાલયમાં તેમની નિમણૂક બાદ મીડિયા સાથે વાત કરતી વખતે નઝમુલ હસને કહ્યું કે BCB પ્રમુખ અને યુવા અને રમત મંત્રીના પદો નિભાવવામાં કાયદામાં કોઈ સમસ્યા નથી. આ પહેલા પણ ઘણા મંત્રીઓને બે-બે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેથી આ એટલો મોટો મુદ્દો નથી.
તેણે વધુમાં કહ્યું કે હું માત્ર એક જ પદ પર નિયુક્ત રહું તો સારું રહેશે કારણ કે જો મારી બે પોસ્ટ પર નિમણૂક કરવામાં આવે તો ક્રિકેટને પ્રાથમિકતા આપવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ શકે છે. હું રમતમાં દરેક વસ્તુને પ્રાથમિકતા આપવા માંગુ છું.
BCBના પ્રમુખની આવતા વર્ષે થશે પસંદગી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ માટે વર્ષ 2025માં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, જો નઝમુલ હસન તાત્કાલિક અસરથી BCB પ્રમુખ પદ છોડી દે છે, તો તેમની જગ્યાએ ક્રિકેટ ગવર્નિંગ બોડીના સભ્યોમાંથી એકને BCB પ્રમુખ બનાવવામાં આવશે. BCBના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખનું પદ સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યું હતું, તે ચૂંટાયેલ પદ છે. ICC બંધારણ દ્વારા BCBને કોઈ દખલગીરી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


