- એનસીપી નેતાએ ભગવાન રામને લઇને આપ્યુ હતું વિવાદાસ્પદ નિવેદન
- રામ શાકાહારી નહી માંસાહારી હોવાનું કહ્યુ હતું
- ભારે વિવાદ બાદ આખરે જિતેન્દ્ર આવ્હાડે માફી માંગી
NCP નેતા જિતેન્દ્ર આવ્હાડેએ ભગવાન રામ મુ્દ્દે બફાટ બાદ હવે બે હાથ જોડી લીધા છે. ચોમેર વિરોધ થતા તેમણે જાહેર જનતાની માફી માંગી છે. જો કે તેમણે સાથે એમ પણ કહ્યું કે હું રેફરન્સ વગર કશું જ કહેતો નથી પરંતુ જનતાની લાગણી દુભાઇ એટલે ખેદ વ્યક્ત કરુ છું.
રેફરન્સ વિના વાત કરતો નથી
આ અંગે તેઓએ જણાવ્યું કે હું જે પણ વાત મૂકુ છું તે રેફરન્સ સાથે જ મુકુ છું. જો હું વાલ્મિકી રામાયણનું રેફરન્સ મુકુ છું તો તમે સમજો કે હું અભ્યાસ કરીને આવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ લોકભાવનાનો આદર કરવો સાર્વજનિક જીવનમાં મહત્વપૂર્ણ છે. સત્ય ભલે કડવુ હોય પરંતુ કડવુ ઝહેર પી લેવાનું. આથી હું આ અંગે ખેદ વ્યક્ત કરું છું. વક્તા એ જ હોય છે જે આવે છે અને બોલીને નીકળી જાય છે. ક્યારેક ક્યારેક ભૂલ થઇ જાય છે. હું ખેદ વ્યક્ત કરુ છું.
ક્યારેક ક્યારેક ભૂલો થાય છે
પોતાના નિવેદન બદલ માફી માંગતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે તેઓ આ મુદ્દાને આગળ વધારવા માંગતા નથી. પરંતુ વાલ્મીકિ રામાયણમાં ઘણી ઘટનાઓ છે, જેમાં અયોધ્યાની ઘટના પણ છે. તેમાં શ્લોક નંબર 102 છે, જેમાં તેનો ઉલ્લેખ છે. આવ્હાડે કહ્યું કે, ‘હું સંશોધન કર્યા વિના કંઈ બોલતો નથી. હું આ મુદ્દાને પ્રમાણની બહાર ઉડાડવા માંગતો નથી, પરંતુ જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. હું મારું દિલગીરી વ્યક્ત કરું છું. ક્યારેક ભૂલો થાય છે.


