- આંધ્રપ્રદેશમાં ત્રણ પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ બની
- બીજેપ, ચંદ્રબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટી અને પવન કલ્યણની જનસેના
- લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પણ ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધન
બીજેપી, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ બની છે. આંધ્રપ્રદેશમાં ભાજપ 6 બેઠકો પર ચૂંટણી લડશે, TDP 17 બેઠકો પર અને જનસેના 2 બેઠકો પર ચૂંટણી લડશે.
આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો
દેશમાં આગામી સામાન્ય ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભાજપ દક્ષિણમાં પોતાનો કિલ્લો મજબૂત કરવા માટે પ્રાદેશિક પક્ષો સાથે વાત કરી રહી છે. હવે એવી માહિતી આવી રહી છે કે BJP, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ બની છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી 17 લોકસભા સીટો પર, ભાજપ 6 સીટો પર અને પવન કલ્યાણની પાર્ટી જનસેના 2 સીટો પર ચૂંટણી લડશે.
વિધાનસભાની ચૂંટણી માટે પણ ગઠબંધન થયું
લોકસભાની ચૂંટણી ઉપરાંત વિધાનસભાની ચૂંટણી માટે પણ ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધન થયું છે. વિધાનસભા ચૂંટણીમાં TDP 144 સીટો પર, BJP 10 અને JSP 21 સીટો પર ચૂંટણી લડશે.
ટીડીપીએ લોકોને અપીલ કરી હતી
સીટ શેરિંગ ફોર્મ્યુલા પર માહિતી આપતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આજે અમરાવતીમાં બીજેપી, ટીડીપી અને જેએસપીએ સીટ શેરિંગ માટે જબરદસ્ત ફોર્મ્યુલા બનાવી છે. હું આંધ્રપ્રદેશના મારા લોકોને નમ્રતાપૂર્વક આ ગઠબંધન પર તેમના આશીર્વાદ આપવા અને તેમની સેવા કરવા માટે અમને ઐતિહાસિક આદેશ આપવાનું આહ્વાન કરું છું.
PM મોદી 17 માર્ચે ગુંટુરમાં સંયુક્ત રેલી કરી શકે
સૂત્રોનું એ પણ કહેવું છે કે PM મોદી 17 માર્ચે ગુંટુર જિલ્લામાં TDP ચંદ્રબાબુ નાયડુ સાથે મોટી સંયુક્ત રેલી કરી શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
ટીડીપી અને ભાજપ વચ્ચેનો સંબંધ જૂનો છે
વધુમાં, ભાજપ અને ટીડીપી વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. બંને પક્ષોનું પ્રથમ ગઠબંધન વર્ષ 1996માં થયું હતું. ત્યારબાદ ટીડીપી એનડીએમાં સામેલ થઈ ગઈ હતી. બંનેએ વર્ષ 2014માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડી હતી, જ્યારે 2014ની ચૂંટણીમાં JSPએ ભાજપને સમર્થન આપ્યું હતું, પરંતુ 2014 પછી બંને પક્ષો વચ્ચે મતભેદ થતાં TDP NDAથી અલગ થઈ ગઈ હતી. બંનેએ 2019ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગથી લડી હતી, જ્યાં YRS કોંગ્રેસે TDPને કારમી હાર આપી હતી.


