લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન A, B, C અને E જેવા પોષક તત્વો તેમજ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે આ લીમડાના પાન. આટલા પ્રમાણમાં પ્રચૂર પોષક તત્વો રહેલા હોવાના કારણે આયુર્વેદમાં આ લીમડાના પાનનો ઔષધિ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાન ઉપરાંત તેના બી અને મૂળનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાન સહિત આ તમામ વસ્તુઓનું મર્યાદિત માત્રામાં સેવન કવરામાં આવે તો બીમારી દૂર કરવાનો રામબાણ ઈલાજ બને છે.