By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 hours ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    3 weeks ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 weeks ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    4 weeks ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    2 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    2 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    2 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    2 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: નીટ-પીજીમાં કટ ઓફથી શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રિમ કોર્ટની ટકોર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નીટ-પીજીમાં કટ ઓફથી શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રિમ કોર્ટની ટકોર

Editor
Last updated: 2026/02/24 at 4:04 PM
2 hours ago
Share
નીટ-પીજીમાં કટ ઓફથી શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રિમ કોર્ટની ટકોર
SHARE

નીટ-પીજીમાં કટ ઓફથી શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રિમ કોર્ટની ટકોર

કટ ઓફ શૂન્ય સુધી ઘટાડવા છતાં ગુણવત્તાને અસર નહી થાય તેવો સંતુષ્ટ જવાબ આપવા સરકારને ટકોર

 

અગ્ર ગુજરાત, રાજકોટ

નીટ પીજી ૨૦૨૫ માટે કટ ઓફમાં ઘટાડાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ નિર્ણયની ડોક્ટોરની ક્લિનિકલ ક્ષમતા પર કોઇ અસર નહીં પડે અને પર્સેંટાઇલમાં ઘટાડા બાદ પણ સીટોની ફાળવણી ઉમેદવારના મેરિટ અને પ્રાથમિકતાના આધાર પર નક્કી કરાશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કટ ઓફ ઘટાડાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.

વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પર્સેંટાઇલ કટ ઓફમાં ઘટાડો કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમે શિક્ષણની ગુણવત્તા પર અસરને લઇને સૌથી વધુ ચિંતિત છીએ, મામલો ગુણવત્તાનો છે, સરકાર આ મુદ્દે પ્રકાશ પાડે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીટ-પીજી આપનારો ઉમેદવાર પહેલાથી જ એમબીબીએસ થયેલ હોય છે તેથી આ પરીક્ષા લઘુતમ ક્લિનિકલ યોગ્યતાને પ્રમાણિત કરવા માટે નથી.

જ્યારે અરજદારો તરફથી હાજર વકીલ ગોપાલ શંકરનારાયણે ફીમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં ફી ૯૦૦૦થી ૨૭૦૦૦ સુધી હોય છે જ્યારે ખાનગી કોલેજોમાં ૯૫ લાખથી ૧.૫ કરોડ રૂપિયા લેવાય છે. ૫૦માં પર્સેંટાઇલ સુધી લગભગ ૧.૩ લાખ વિદ્યાર્થી સામેલ થવા છતા વધારે ફીને કારણે તેઓ ખાનગી કોલેજોમાં પ્રવેશ નથી મેળવી શકતા. તેમણે ખાનગી કોલેજો દ્વારા વસુલાતી ફી પર અંકુશ લગાવવાની માગણી કરી હતી. જેના પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા આ માટે નિયમો તૈયાર કરાયા છે. જે મુજબ ખાનગી કોલેજોની ફી સરકારી કોલેજોની ફીથી ૫૦ ટકાથી વધુ ના હોવી જોઇએ. જવાબમાં અરજદારોએ કહ્યું કે જો ખરેખર આવો નિયમ હોય તો ખાનગી કોલેજો તેનું ઉલ્લંઘન કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આલોક અરાધેની બેંચે સરકારના જવાબ બાદ કહ્યું હતું કે નીટ-પીજી એમબીબીએસમાં એડમિશન માટે નથી હોતી અને ઉમેદવારો પહેલાથી જ ડોક્ટર હોય છે તેમ છતા પણ કટ-ઓફમાં આટલો મોટો કાપ અને તેના પ્રભાવ પર વિચાર કરવો જરૂરી છે. કોર્ટની મુખ્ય ચિંતા શિક્ષણની ગુણવત્તા છે અને સરકાર અમને સંતુષ્ટ કરે કે કટ ઓફને લગભગ શૂન્ય સુધી ઘટાડવા છતા શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય. નોંધનીય છે કે સામાન્ય-ઇડબલ્યુએસ વર્ગ માટે કટ ઓફ ૫૦માં પર્સેંટાઇલ (૮૦૦માંથી ૨૬૭ માર્ક્સ)થી ઘટાડીને સાતમા પર્સેંટાઇલ (૧૦૩ માર્ક્સ) કરી દેવાયો હતો, સામાન્ય પીડબલ્યુબીડી વર્ગ માટે ૪૫માંથી ઘટાડીને પાંચમાં સુધી કરી દેવાયું, તેવી જ રીતે એસસી, એસટી ઓબીસી તથા પીડબલ્યુબીડી ઉમેદવારો માટે ૪૦માં પર્સેંટાઇલને ઘટાડીને શૂન્ય કરી દેવાયું હતું. અરજદારોનો દાવો છે કે આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા ઘટશે, બાદમાં સુપ્રીમ કોર્ટે એનબીઇએમએસને આ મુદ્દે સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું.

You Might Also Like

ગુજરાતમાં ૨૦૨૭થી શાળાઓમાં AIનો અભ્યાસક્રમ લાગુ

વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર મધરાતે ચાલુ બસમાં પરિણીતા પાસે અભદ્ર માંગણી

 રાજયના નવા ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગલાની નિયુકિત

ગોંડલમાં આપ મહિલા નેતા જીગીશા પટેલ પર વિફરેલી મહિલાઓએ કરી લાફાવાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી
ગુજરાત

ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી

Editor By Editor 2 hours ago
ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?
 રાજયના નવા ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગલાની નિયુકિત
બંગાળની ખાડીના લો-પ્રેશરથી ગુજરાતમાં ઋતુઓની ગડબડ
વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?