મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રીપેરીંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામીખીયાના ટ્રેનના પેસન્જરો અને વાંકાનેરથી ડેમુ ટ્રેનની અવર જવર વચ્ચે દરરોજ પેસેન્જરોથી ધમધમતા મોરબી રેલ્વે સ્ટેશનની જીવતા અને લીકેઝ કેબલો સાથે ચાલવાના રસ્તે લોખંડની સીડીઓ પણ નજરે પડે છે પેસેન્જરોની સેફટી કેટલી તે નરી આંખે જોઇ શકાય છે
અમારા પ્રતિનિધિએ સ્ટેશન માસ્તરનુ ધ્યાન દોરવતા તાત્કાલિકના ધોરણે કોન્ટ્રાક્ટર ને બોલાવી લીકેઝ કેબલને ઠીક કરી આપવાની ખાત્રી સ્ટેશન માસ્તર દ્વારા આપવામાં આવી હતી, હવે જોવાનું એ રહ્યુ કે ખરેખર પેસન્જરોની સેફટી માટેની તૈયારીઓ કરવામાં આવે છે કે રુટીન મુજબ લીકેઝ કેબલો પેસેન્જરોને ભગવાનના ભરોસે મુકવામાં આવે છે


