- નેપાળમાં ભારે વરસાદ, ભૂસ્ખલન, વીજળી પડવાના બનાવોમાં સતત વધારો
- મૂશળધાર વરસાદને લીધે પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનનો ખતરો યથાવત્
- ગત વર્ષે નેપાળમાં કુદરતી હોનારતમાં 35 લોકોનાં મોત થયા હતા
પાડોશી દેશ એવા નેપાળમાં અત્યારે કુદરત સાવ રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી નેપાળમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ત્યાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા છે. ભૂસ્ખલનની ઘટના નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 250 કિલોમીટર પશ્ચિમમાં બની હતી. નેશનલ ડિઝાસ્ટર રિલીફ એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોનાં મોત થયા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે લોકો પોતાના ઘરમાં સૂતા હતા અને તેમાં એક જ પરિવારનાં ઘણાં લોકો દટાઈ ગયા અને મોતને ભેટયાં હતાં.
આ ઘટના નેપાળના ગુલમી જિલ્લાના મલિકા ગામમાં બની હતી. ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોના જીવ ગયા હતા. પીડિતોમાં એક દંપતી, તેમની પુત્રવધૂ અને બે પૌત્રોનો સમાવેશ થાય છે, જેમાંથી એક 8 મહિનાની છોકરી હતી. અધિકારીઓનું કહેવું છે કે ભૂસ્ખલનને કારણે માત્ર ગુલમીમાં જ લોકોના મોત નથી થયા પરંતુ બાગલુંગ જિલ્લામાં પણ બે લોકોના મોત થયા છે. સ્યાંગજા જિલ્લામાં ભૂસ્ખલનને કારણે અન્ય બે લોકોના મોત થયા છે.
નેપાળમાં ભૂસ્ખલનને લીધે વિનાશ સર્જાયો
નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાનું મોટું જોખમ છે. પહેલા વરસાદમાં જ ભૂસ્ખલનને કારણે લગભગ નવ લોકોના મોત થયા છે. આ સિઝનમાં નેપાળના પહાડી વિસ્તારોમાં વારંવાર ભૂસ્ખલન થાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભૂસ્ખલનથી ઘણું નુકસાન થાય છે અને જાનમાલનું નુકસાન થાય છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ મિટિગેશન મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીના જણાવ્યા અનુસાર, કાઠમંડુથી લગભગ 250 કિલોમીટર પશ્ચિમમાં ગુલમી જિલ્લાના મલિકા ગામમાં ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત થયા હતા. અધિકારીએ કહ્યું કે પાંચેયના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે પરિવારમાં બે બાળકો પણ સામેલ છે.
ગયા વર્ષે 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા
પાડોશી સ્યાંગજા જિલ્લામાં, એક મહિલા અને તેની ત્રણ વર્ષની પુત્રીનું એક ભૂસ્ખલનમાં મૃત્યુ થયું હતું. તેઓનું ઘર પાણીમાં ધરાશાયી થયું હતું. જ્યારે ગુલમીની સરહદે આવેલા બાગલુંગ જિલ્લામાં અન્ય ભૂસ્ખલનમાં બે લોકો માર્યા ગયા હતા, તેમણે જણાવ્યું હતું. જૂનના મધ્યમાં વાર્ષિક ચોમાસાનો વરસાદ શરૂ થયો ત્યારથી ભૂસ્ખલન, પૂર અને વીજળીના કારણે નેપાળમાં ઓછામાં ઓછા 35 લોકોનાં મોત થયા છે. મોટાભાગે પર્વતીય નેપાળમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભૂસ્ખલન અને અચાનક પૂર સામાન્ય છે અને દર વર્ષે સેંકડો લોકોનો ભોગ લે છે.


