નેપાળ અને ભારત વચ્ચે સરહદ સાથે સંકળાયેલ વિવાદ છે. આને એકવાર ફરી નેપાળે બળતામાં ઘી હોમ્યું છે. નેપાળો પોતાના ચલણી નોટમાં વિવાદિત નકશા સાથે નોટો છાપવાનું શરૂ કર્યું છે. આ નકશામાં નેપાળે ભારતીય વિસ્તોરને પોતાના ગણાવ્યા છે. નેપાળમાં આગા વર્ષ સુધી આ નવી નોટ ચલણમાં આવી જશે.
બેંક નોટની છાપકામ શરૂ
મળતી માહિતી અનુસાર, નેપાળણાં ટેંડર પછી ચલણી નોટોનું છાપકામ શરૂ થઈ ગયું છે, અને ખૂબ જ જલ્ગી આ બજારમાં ફરતી થઈ જશે. રિપોર્ટ અનુસાર, નેપાળી નોટ ઈન્ડોનેશિયા, બ્રિટન, ફ્રાંસ અને બીજા દેશોમાં છપાતી હોય છે. બેંક શરૂઆતમાં 100 રૂપિયાની નોટ છાપશે. બેંકે એ નથી જણાવ્યું કે, નવો નકશા વાલી કેટલી નોટ બજારમાં આવશે. જો કે, 100 રૂપિયાની નોટ પછી બેંક જરૂર પડયે નકશાની સાથે બીજી ચલણી નોટો પણ છાપશે.
નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા સામેલ છે. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે નોટોની પ્રિન્ટિંગ છ મહિનાથી એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ રિપોર્ટને લઈ બેંકના પ્રવકતાએ કોઈ નિવેદન નથી આપ્યું. નેપાળના તત્કાલીન વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રંચડની આગેવાનીમાં નેપાળની કેબિનેટે ત્રણ મેના રોજ નિર્ણય કર્યો હતો કે વિવાદિત ક્ષેત્રોને નેાળનો હિસ્સો દર્શાવતો નકશાને નવી નોટ પર છપાશે.
ભારતીય વિસ્તારોને નેપાળે પોતાના ગણાવ્યા
વર્ષ-2020માં નેપાળમાં કેપી શર્મા ઓલી સરકારમાં મે માસમાં લિપુલેખ, કાલાપાની અને લિપ્યિયાધુરા વિસ્તારોને પોતાના ગણાવતા નવો નકશો જાહેર કર્યો હતો. નેપાળની સંસકા આને ટેકો આપ્યો હતો. ભારત તરફથી આને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યા હતો, પરંતુ છતાં તમામ સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાયેલ જૂના નકશાને નવા નકશાથી બદલી દેવામાં આવ્યા હતો. ભારતનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના હિસ્સા છે. નેપાળની ભારતના પાંચ રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સાથે 1850 કિલોમીટરની સરહદ લાગે છે.


