- સીજેઆઈ ચંદ્રચૂડની સાથે તેમનાં પત્ની કલ્પના દાસે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરે પૂજા-અર્ચના કરી
- પોતાના સંબોધનમાં તેમણે પોતાના શાળા જીવનને યાદ કરતાં એક પ્રસંગનું વર્ણન કર્યું
- તમે બાળકોને જે રીતે ટ્રિટ કરો છો તે આખું જીવન તેના મગજ પર અસર કરે છે: CJI
નેપાળની સત્તાવાર યાત્રાએ ગયેલા સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડે રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, તમે બાળકોને જે રીતે ટ્રિટ કરો છો તે આખું જીવન તેના મગજ પર અસર કરે છે. તેમણે પોતાના બાળપણને યાદ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે પોતાના શાળા જીવનને યાદ કરતાં એક પ્રસંગનું વર્ણન કર્યું હતું. સીજેઆઇએ કહ્યું કે હું મારા શાળાના તે દિવસને ક્યારેય નહીં ભૂલું. હું કોઈ કિશોર ગુનેગાર નહોતો. હું ક્રાફ્ટ વર્ક માટે જરૂરી યોગ્ય સાઇઝની સોઈ નહોતો લઈ ગયો. આ કારણે મારા શિક્ષકે મારા હાથ પર સોટી મારી હતી. મેં મારા શિક્ષકને વિનંતી કરીને કહ્યું હતું કે મારા હાથ પર નહીં, પાછળ સીટ પર સોટી મારો. સીજેઆઇએ કહ્યું કે, તમે બાળકોને જે રીતે ટ્રિટ કરો છો તે આખું જીવન તેના મગજ પર અસર કરે છે. સીજેઆઇએ કહ્યું કે તે ઘટનાએ મારા દિલ અને આત્મા પર ઘેરી છાપ છોડી અને તે યાદ આજે પણ મારી સાથે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ ત્રણ દિવસના સત્તાવાર નેપાળ પ્રવાસે ગયા છે. હિમાલયી રાષ્ટ્રનો પ્રવાસ કરનારા તેઓ પ્રથમ સીજેઆઈ બન્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ નેપાળના પોતાના સમકક્ષને મળશે અને બાળ અધિકારો પરની ચર્ચાસભામાં સંબોધન કરશે. નેપાળના મુખ્ય ન્યાયાધીશ બિશ્વોભંર પ્રસાદ શ્રેષ્ઠએ ભારતના મુખ્ય ન્યાયાધીશને આમંત્રિત કર્યા હતા.


