- 30 દિવસની અંદર કેપી શર્મા ઓલીને વિશ્વાસ મત મેળવવો પડશે
- કેપી શર્મા ઓલી ચોથીવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે
- સોમવારે સવારે નેપાળના રાષ્ટ્રપતિએ કેપી શર્મા ઓલીને શપથ અપાવ્યા
પાડોશી દેશ નેપાળમાં આખરે સત્તા પરિવર્તન થઈ ચુક્યું છે. ફરી એકવાર કેપી શર્મા ઓલીએ નેપાળના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. આ અગાઉ ઓલી ચોથીવાર પીએમ પદના શપથ લીધા છે. નવી ગઠબંધન સરકાર હોવાથી 72 વર્ષીય કેપી શર્મા ઓલી સામે ઘણાબધા પડકારોનો સામનો કરવો પડશે. અગાઉ પુષ્પ કમલ દહલ પ્રચંડે વિશ્વાસ મત ન મેળવી શકતા રાજીનામું આપી દેતા કેપી શર્મા ઓલીએ ગઠબંધન કરી પીએમ પદ મેળવી લીધું છે.
નેપાળી કોંગ્રેસનો ટેકો મળ્યો
કેપી શર્મા ઓલી નેપાળની સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બન્યા છે. ઓલીએ રાષ્ટ્રપતિ પૌડેલે રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય શીતલ નિવાસમાં શપથ અપાવ્યા હતા. ઓલીએ બંધારણના આદેશ પ્રમાણે નિયુક્તિના 30 દિવસની અંદર સંસદમાં વિશ્વાસ મત મેળવોવ પડશે. 275 બેઠકો ધરાવતી પ્રતિનિધિ સભામાં ઓલીને લઘુત્તમ 138 મતની જરૂર પડશે.
કેપી શર્મા ઓલી ચીન સમર્થક મનાય છે
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેપી શર્મા ઓલી નેપાળના વડાપ્રધાન રહી ચુક્યા છે. તેઓના પ્રથમ કાર્યકાળમાં કેપી શર્મા ઓલાના સંબંધ ભારત સાથે ખૂબ તણાવપૂર્ણ રહ્યા હતા. કેપી શર્મા ઓલી ચીનના ટેકેદાર મનાય છે. ઓલીએ પીએમ રહેતા કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખનો વિવાદ ખૂબ ગંભીર થયો હતો. ઓલીએ ભારતના આ ક્ષેત્રો પર નેપાળનો દાવો કર્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે ઓલીએ ફરીતી સત્તામાં આવ્યા પછી આ મુદ્દા ફરીથી બંને દેશ વચ્ચે તણાવનું કારણ બની શકે છે.


