- નેપાળના વડાપ્રધાન પ્રચંડે રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો
- ગઠબંધન સરકારના પક્ષો CPN-UMLએ ટેકો પાછો ખેંચી લીધો
- અગાઉ પણ પ્રચંડને વિશ્વાસ મત મેળવો પડ્યો હતો
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની ફરી એકવાર ખુરશી સંકટમાં આવી ગઈ છે. ગઠબંધનના સહયોગીઓએ પ્રચંડ સરકાર પાસેથી ટેકો ખેંચી લીધો છે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેરબહાદૂર દઉબા અને કમ્યુનિસ્ટ પાર્ટી માર્કસવાદી લેનિનવાદીના અધ્યક્ષ કેપી શર્મા ઓલી વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા છે. જો કે સત્તામાં રહેલી ગઠબંધન સરકારની પાર્ટીઓએ ગઠબંધનમાંથી ટેકો પરત લઈ લીધો હતો. જો કે, છતાં પ્રચંડ વડાપ્રધાન પદથી રાજીનામું નહિ આપવા મક્કમ છે. નેપાળી કોંગ્રેસ પ્રમુખ દેઉબાએ વડાપ્રધાન પ્રચંડને રાજીનામું આપવાનું જણાવ્યું છે. તેઓએ રાજીનામું આપવા કહ્યું છે જેથી નવી સરકારની રચના થઈ શકે.
નવી સરકારની રચના માટે દેઉબા અને પી શર્મા ઓલીએ સત્તાની વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા. તેઓ સંસદના બાકી રહેલા કાર્યકાળ માટે રોટેશનના આધારે વડાપ્રધાન પદ વહેંચવા સંમત થયા છે. દેઉબા અને ઓલી વચ્ચે નવી ગઠબંધન બનાવવા અને રોટેશન દ્વારા વડાપ્રધાન પદ વહેંચવાની સમજૂતીને પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
CPN-UMLએ ટેકો પાછો ખેંચી લીધો
CPN-UML પ્રચંડ કેબિનેટમાં નાયબ વડાપ્રધાન અને ભૌતિક માળખાકીય અને પરિવહન પ્રધાન રઘુબીર મહાસેઠ સહિત આઠ પ્રધાનો છે. વડાપ્રધાન પ્રચંડે CPN-UML સાથે ગઠબંધન કર્યા પછી CPN-UML માર્ચ 5ના રોજ સરકારમાં જોડાઈ હતી, કોંગ્રેસ સાથેની તેની વર્ષો જૂની ભાગીદારીને સમાપ્ત કરી હતી. રિઝાલે કહ્યું કે યુએમએલના તમામ મંત્રીઓએ તેમના રાજીનામા વડાપ્રધાનને સોંપી દીધા છે.
બુધવારે યોજાયેલી બેઠકમાં મુખ્યત્વે નવી ગઠબંધન સરકારની રચનાના એજન્ડા અને મોડલ પર ચર્ચા કરવામાં આવી હતી. સમજૂતી હેઠળ ઓલી પ્રથમ તબક્કામાં વડાપ્રધાન પદ સંભાળશે અને દોઢ વર્ષ બાદ નેપાળી કોંગ્રેસને સરકારનું નેતૃત્વ મળશે. દરમિયાન, જનતા સમાજવાદી પાર્ટી નેપાળના પ્રવક્તા મનીષ સુમને કહ્યું કે તેમની પાર્ટી નવા ગઠબંધનને સમર્થન આપશે, પરંતુ હજુ સુધી સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. નેપાળની સંસદમાં JSPના પાંચ સભ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 14 સભ્યો સાથે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અને ચાર બેઠકો સાથે લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીએ પણ નવા ગઠબંધનને સમર્થન આપવાનો સંકેત આપ્યો છે.
પ્રચંડે ધરાર રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો
સંકટમાં આવેલા વડાપ્રધાન પ્રચંડે રાજીનામું આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેઓ સંસદમાં વિશ્વાસ મતનો સામનો કરવાનું પસંદ કરશે. સતામાં ગઠબંધન દ્વારા સમર્થન પરત લીધા પછી વડાપ્રધાનને 30 દિવસની અંદર વિશ્વાસ મત મેળવવો પડે છે. આ પાંચમી વખત થશે જ્યારે 69 વર્ષીય પ્રચંડ દોઢ વર્ષના કાર્યકાળની અંતર વિશ્વાસ મત માગશે.
નેપાળની 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં નેપાળી કોંગ્રેસના સભ્યોની સંખ્યા 89 છે, જ્યારે સીપીએન-યુએમએલના સભ્યોની 78 સીટ છે. નીચલા ગૃહમાં 138 બેઠકોના બહુમત માટે તેઓની તાકાત 167 છે. પ્રચંડની પાર્ટી પાસે 32 સીટ છે.


