- નેપાળમાં વિમાન અકસ્માતની ઘટના સામે આવી
- વિમાનમાં કુલ 19 લોકો સવાર હતા જે પૈકી 18ના મૃતદેહો બહાર કઢાયા
- નેપાળના ત્રિભુવન એરપોર્ટ પરથી વિમાનોના અવર-જવર બંધ કરાઈ
નેપાળની રાજધાની કાઠમાંડુમાં વિમાન અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રિભુવન એરપોર્ટ પર આ દુ:ખદ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જોત જોતામાં પ્લેન આગની જવાળાઓમાં તબદિલ થઈ ગયું હતું. જે બાદ ધૂમાડો ચારેબાજુ છવાઈ ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. આ વિમાનમાં કુલ 19 લોકો સવાર હતા.
જો કે આ પ્લેનના પાયલોટનો બચાવ થયો છે. આ વિમાન કાઠમાંડુથી પોખરા જઈ રહ્યાનું સામે આવ્યું છે. શરૂઆતના ગાળાની જાણકારી અનુસાર ટેક ઑફ દરમિયાન વિમાન રન-વે પરથી લપસી ગયું હતું. જેના લીધે વિમાન અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રાહત કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આ રન-વે પરથી વિમાનનું આવન-જાવન બંધ કરી દેવામાં આવ્યું છે.
દુર્ઘટના કઈ રીતે સર્જાઈ?
મળતી માહિતી પ્રમાણે પ્લેન કાઠમાંડુના એરપોર્ટથી પોખરા તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે. કે, પ્લેન રન-વે પર લપસી ગયું હતું. જેથી આ ઘટના સર્જાઈ અને પછી થોડીવારમાં તેમાં આગ લાગી હતી.
રન-વે પર દુર્ઘટના
નેપાળમાં વિમાન અકસ્માત બાદ એવી માહિતી સામે આવી રહી છે કે, પ્લેન રન-વે પરથી લપસી ગયું હતું. જેથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પછી તે થોડીવારમાં ધૂમાડામાં લપેટાઈ ગયું અને અને બાદમાં પ્લેનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેથી તેમાં સવાર 19 પૈકી 18નાં મોત થઈ ગયા હતા. જાણકારી પ્રમાણે આ પ્લેન નેપાળનું શૌર્ય એરલાઈન્સનું હોવાનું કહેવાય છે.


