- નેપાળના પોખરામાં યતિ એરલાઈન્સના વિમાન દુર્ઘટના
- માનવ ભૂલના કારણે આ દુર્ઘટના થઇ હોવાનું આવ્યું સામે
- પ્લેનમાં 5 ભારતીયો સહિત 72 લોકો હતા સવાર
નેપાળમાં જાન્યુઆરીમાં થયેલા યતિ એરલાઈન્સના વિમાન દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિમાન ક્રેશ મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં માનવ ભૂલના કારણે આ દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં પ્લેનમાં હાજર 72 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
પ્લેનમાં 5 ભારતીયો સહિત 72 લોકો હતા સવાર
મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં નેપાળના પોખરામાં યતિ એરલાઈન્સના વિમાન દુર્ઘટનાના તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, નેપાળમાં આ દુર્ઘટના માનવ ભૂલને કારણે થઈ હતી. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 5 ભારતીયો સહિત પ્લેનમાં 72 લોકો હાજર હતા. યતિ એરલાઇન્સનું 9N-ASC ATR-72 એરક્રાફ્ટ 15 જાન્યુઆરીએ લેન્ડિંગની મિનિટો પહેલાં જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે ક્રેશ થયું હતું.
તમાસમાં શું થયો ખુલાસો?
નેપાળ સરકારના ભૂતપૂર્વ સચિવ નાગેન્દ્ર પ્રસાદ ઘિમીરેની આગેવાની હેઠળના તપાસ પંચે ગુરુવારે સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સુદાન કિરાતીને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. તેને તૈયાર કરવામાં 8 મહિના અને ત્રણ દિવસ લાગ્યા હતા. કિરાતીએ મંત્રાલયને તેની ભલામણોનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કમિશનની રચના અકસ્માતના જ દિવસે કરાઇ
યતિ એરલાઈન્સ દુર્ઘટના થઇ એ જ દિવસે નેપાળ સરકારે 5 સભ્યોના કમિશનની રચના કરી હતી. તેમાં ઉડ્ડયન નિષ્ણાત નિવૃત્ત નેપાળ આર્મી કેપ્ટન દીપક પ્રકાશ બાસ્ટોલા, નિવૃત્ત કેપ્ટન સુનિલ થાપા, જહાજ જાળવણી ઇજનેર એકરાજ જંગ થાપા અને સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ બુધિસાગર લામિછાને, પંચના સભ્ય સચિવ તરીકે સામેલ હતા.


