- ચોખ્ખી પ્રત્યક્ષ કરવસૂલાત વાર્ષિક લક્ષ્યના લગભગ 81 ટકા સુધી પહોંચી ગઈ
- પર્સનલ ઇન્કમટેક્સ કલેક્શનમાં 27.26 ટકાનો વધારો
- જે પાછલા નાણાકીય વર્ષની રૂ. 16.61 લાખ કરોડની આવકની તુલનાએ 9.75 ટકા વધારે હતી
ચાલુ નાણાકીય વર્ષમાં 11 જાન્યુઆરી, 2024 સુધીમાં કેન્દ્ર સરકારની ચોખ્ખી પ્રત્યક્ષ કરવસૂલાત 19 ટકા વધીને રૂ. 14.70 લાખ કરોડ નોંધાઇ હતી. સરકારના ડેટા અનુસાર ચોખ્ખી પ્રત્યક્ષ કરવસૂલાત વાર્ષિક લક્ષ્યના લગભગ 81 ટકા સુધી પહોંચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024ના અંદાજપત્રમાં રૂ. 18.23 લાખ કરોડની ચોખ્ખી પ્રત્યક્ષ કરની આવક થવાનો અંદાજ મૂક્યો હતો, જે પાAલા નાણાકીય વર્ષની રૂ. 16.61 લાખ કરોડની આવકની તુલનાએ 9.75 ટકા વધારે હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે પ્રત્યક્ષ કરની વસૂલાત 14.70 લાખ કરોડ રૂપિયાની રહી હતી જે પાછલા વર્ષના સમાન ગાળા દરમિયાન થયેલી કરની આવકની સરખામણીએ 19.41 ટકા વધારે છે. તેને વાર્ષિક અંદાજ સાથે સરખાવવામાં આવે તો તે કુલ અંદાજના 80.61 ટકા છે.
પર્સનલ ઇન્કમટેક્સ કલેક્શનમાં 27.26 ટકાનો વધારો
કંપનીઓનું ગ્રોસ કલેક્શન રૂ. 17.18 લાખ રહ્યું હતું કે જે પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 16.77 ટકા વધારે છે. ગ્રોસ કોર્પોરેટ ટેક્સ (સીઆઈટી) અને પર્સનલ ઇન્કમટેક્સ (પીઆઈટી)માં વૃદ્ધિદર ક્રમશઃ 8.32 ટકા અને 26.11 ટકા રહ્યો હતો. રિફંડના સમાયોજન બાદ સીઆઈટી કલેક્શનમાં નેટ વધારો 12.37 ટકા અને પીઆઈટી કલેક્શનમાં 27.26 ટકા રહી હતી.


