- હમાસ વિરુદ્ધ ઇઝરાયલની કાર્યવાહીમાં હજારો પેલેસ્ટિનિયનોના મોત
- 15% ઇઝરાયલી ઈચ્છે છે કે નેતન્યાહૂ યુદ્ધ બાદ પણ વડાપ્રધાન રહે
- સર્વેમાં 23 % લોકોએ આપ્યા નેતન્યાહૂના હરીફને મત
ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં હજારો પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે હજારો ઘાયલ થયા છે. આ બધાની વચ્ચે એક સર્વે સામે આવ્યો છે, જે મુજબ હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધે ઈઝરાયેલમાં નેતન્યાહુની લોકપ્રિયતાને મોટો ફટકો પડ્યો છે.
સર્વે મુજબ, માત્ર 15 ટકા ઇઝરાયલી ઇચ્છે છે કે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ સમાપ્ત થયા પછી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના પદ પર રહે. જો કે, ઘણા લોકો હજુ પણ પેલેસ્ટિનિયન વિસ્તારમાં આતંકવાદીઓને કચડી નાખવાની તેમની વ્યૂહરચનાનું સમર્થન કરી રહ્યા છે.
વાસ્તવમાં, નેતન્યાહુએ દક્ષિણ ઇઝરાયેલમાં 7 ઓક્ટોબરના હુમલા પછી હમાસને કચડી નાખવાનું વચન આપ્યું હતું, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 240 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગાઝામાં બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સુરક્ષા દળોએ તેમના લગભગ ત્રણ મહિનાના લાંબા વળતા હુમલામાં ગાઝાના મોટા ભાગનો નાશ કર્યો છે.
56 ટકા લોકોએ કર્યું હુમલાને સમર્થન
દરમિયાન, મંગળવારે ઇઝરાયેલ ડેમોક્રેસી ઇન્સ્ટિટ્યૂટ (IDI) દ્વારા હાથ ધરાયેલ સર્વેક્ષણના આંકડા જાહેર કરવામાં આવે. આ સર્વેમાં પૂછવામાં આવેલા લોકોમાંથી 56 ટકા લોકોએ કહ્યું કે બંધકોને પરત લાવવા માટે સતત સૈન્ય હુમલા એ શ્રેષ્ઠ માર્ગ છે, જ્યારે 24 ટકા લોકોએ કહ્યું કે બંધકોને પરત લેવા માટે હજારો લોકોને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવા જોઈએ. પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા એ વધુ સારું વિકલ્પ છે.
જણાવી દઈએ કે, ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે યુદ્ધમાં 22,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ઇઝરાયેલ કહે છે કે તેણે લગભગ 8,000 પેલેસ્ટિનિયન લડવૈયાઓનો ખાતમો કરી નાખ્યો છે અને હમાસના નેતાઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
નેતન્યાહુના હરીફને મળ્યા વધુ મત
મીડિયા અહેવાલો અનુસાર, સર્વે દર્શાવે છે કે માત્ર 15 ટકા લોકો ઇચ્છે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી નેતન્યાહૂ ફરીથી વડાપ્રધાન બને. તો, તેમના રાજકીય હરીફ અને વર્તમાન યુદ્ધના સમર્થક, બેની ગેન્ટ્ઝને પીએમ પદ માટે 23 ટકા લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે લગભગ 30 ટકા લોકોએ વડાપ્રધાન પદ માટે કોઈ નેતાનું નામ સૂચવ્યું નથી.
જણાવી દઈએ કે, IDIએ જણાવ્યું કે આ સર્વે 25-28 ડિસેમ્બર દરમિયાન 746 લોકો સાથે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં થયેલા છેલ્લા IDI સર્વેમાં જાણવા મળ્યું હતું કે 69 ટકા ઇઝરાયલીઓએ વિચાર્યું હતું કે યુદ્ધ સમાપ્ત થતાંની સાથે જ ચૂંટણીઓ યોજવી જોઈએ. આ સર્વે દર્શાવે છે કે હમાસ સામેના યુદ્ધ બાદ નેતન્યાહુની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આ અંગે ઈઝરાયેલ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


