- પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
- પાકિસ્તાનના સ્ટાર બોલરની થઈ જોરદાર ધોલાઈ
- લોકોએ મીમ્સ કર્યા વાયરલ
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલરની ધોલાઈ કરી છે. ખાસ કરીને પાકિસ્તાનના મુખ્ય બોલર શાહીન આફરીદી અને હારિસ રઉફ ખુબ મોંઘા સાબિત થયા છે. શાહીન આફરીદીએ 10 ઓવરમાં 90 રન આપ્યા છે, જ્યારે હારિસ રઉફે 10 ઓવરમાં 85 રન આપ્યા છે. સાથે ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 401 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
આ નંબર-1 બોલિંગ એટેક નહીં પરંતુ ‘લંબર-1 બોલિંગ એટેક છે…’
સોશિયલ મીડિયા પર શાહીન આફરીદી અને હારિસ રઉફનો ખુબ મજાક બન્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ પાકિસ્તાની બોલર પર મજેદાર મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ફેન્સનું કહેવું છે કે, આ નંબર 1 બોલિંગ એટેક નહીં, પરંતુ ‘લંબર-1 બોલિંગ એટેક છે’
આવું રહ્યું પાકિસ્તાની બોલરનું પ્રદર્શન
પાકિસ્તાની બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદી અને હારિસ રઉફ ઉપરાંત અન્ય બોલર્સે પણ પાકિસ્તાની ફેન્સને નિરાશ કર્યા છે. હસન અલીએ 10 ઓવરમાં 82 રન આપ્યા છે, જ્યારે ઈફ્તિખાર અહેમદે 10 ઓવરમાં 55, મોહમ્મદ વસીમ જૂનિયરે 10 ઓવરમાં 60 અને આગા સલમાને 2 ઓવરમાં 21 રન આપ્યા છે.