- ટ્રોય જ્હોન્સને વિલ યંગને આઉટ કરવા માટે અદ્ભુત કેચ કર્યો
- જ્હોન્સનના આ કેચને જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો દંગ રહી ગયા
- ખેલાડીઓની સાથે પ્રેક્ષકોએ પણ ટ્રોય જ્હોન્સનની પ્રશંસા કરી
ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી સુપર સ્મેશ T20 ટુર્નામેન્ટની 22મી મેચ વેલિંગ્ટન અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ વચ્ચે શનિવાર, 13 જાન્યુઆરીએ રમાઈ હતી. આ મેચમાં એક શાનદાર કેચ જોવા મળ્યો હતો. ટ્રોય જ્હોન્સને પોતાનું સર્વસ્વ આપી દીધું અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના ઓપનર વિલ યંગને આઉટ કરવા માટે અદ્ભુત કેચ લીધો.
જ્હોન્સનનો દીલધડક કેચ
હકીકતમાં, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સની છઠ્ઠી ઇનિંગમાં વિલ યંગે તેના બેટથી સ્ટ્રેટ ડ્રાઇવ ફટકારી હતી. બોલ નો મેન્સ લેન્ડમાં પડતો હોય તેવું લાગતું હતું, પરંતુ જોન્સન, જે લોંગ ઓફ અથવા કદાચ લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તે ઝડપથી પાછળની તરફ દોડ્યો. બાઉન્ડ્રી લાઇન પાસે જ કેચ પકડાયો. જેવુ તેને લાગ્યું કે તે બાઉન્ડ્રી પાર કરશે, તેણે પોતાનો ડાબો હાથ જમીન પર રાખ્યો અને શરીરને હવામાં રાખીને બોલ ફેંક્યો.
નિક કેલીએ આપ્યો સાથ
જ્હોન્સને બોલ તેના સાથી ખેલાડી નિક કેલી તરફ ફેંક્યો. નિકે કોઈપણ ભૂલ વગર કેચ લીધો હતો. જોકે, ટ્રોય જોન્સનના આ પ્રયાસને જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો દંગ રહી ગયા હતા. તે જ સમયે, વિલ યંગને પણ વિશ્વાસ ન હતો કે તે આઉટ થઈ ગયો છે. તમામ ખેલાડીઓની સાથે પ્રેક્ષકોએ પણ ટ્રોય જોન્સનના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટસે મેચ જીતી
મેચની વાત કરીએ તો સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સે 17 ઓવરમાં 148 રનનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. જેક બોયલે શાનદાર અડધી સદી ફટકારી હતી જ્યારે ડગ બ્રેસવેલે માત્ર 11 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. આ પહેલા લોગાન વેન બીકની 24 બોલમાં 41 રનની અણનમ ઈનિંગે વેલિંગ્ટનની ટીમને 20 ઓવરમાં 147 રનના કુલ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. જોકે, મેચમાં ટ્રોય જ્હોન્સનના પ્રયાસે ઘણી હેડલાઈન્સ મેળવી હતી.


