- સુરત પોલીસે ડ્રગના દૂષણને ડામવા ઉમદા કામગીરી
- ‘ડ્રગ્સ વેચીશું નહીં અને કોઈને વેચવા નહીં દઈએ’ની પ્રતિજ્ઞા
- 4 મહિલા સહિત 50થી વધુ પેડલરોએ પોતાની આપવીતિ વર્ણવી
ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે. 6 મહાનગરો સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ગુજરાતમાં અનેકવાર દરિયાઇ અથવા બોર્ડર પરથી દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયાનો સીલસીલો યથાવત છે. તેવામાં સુરત પોલીસનો ડ્રગ્સના દૂષણને ડામવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાંદેર પોલીસે ડ્રગ્સ પેડલર પાસે જ પ્રતિજ્ઞા લેવડાવી છે.
ડ્રગ્સના કારણે ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઇ રહ્યું છે. રાજ્યમાં નશાકારક પદાર્થ અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે નશાકારક પદાર્થનું વેચાણ કરનાર લોકોને શોધવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના માધ્યમથી આજ રોજ સુરત પોલીસનો ડ્રગ્સના દૂષણને ડામવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાંદેર પોલીસે ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સનો વેપલો નહીં કરવા અને યુવાધનને બરબાદ નહીં કરવા પ્રતિજ્ઞા લેવડામાં આવી છે.
રાંદેર પોલીસે પહેલી વખત ડ્રગ્સ વેચનાર પાસે જ ડ્રગ્સ વેચીશું નહીં અને કોઈને વેચવા નહીં દઈએ’ની પ્રતિજ્ઞા લેવડાવી છે. આ સાથે 4 મહિલા સહિત 50થી વધુ પેડલરોએ પોતાની આપવીતિ વર્ણવી હતી. આ સાથે સુરત પોલીસે ડ્રગના દૂષણને ડામવા ઉમદા કામગીરી હાથ ધરી છે.


