- હોરાઇઝન કૌભાંડમાં દોષિત ઠરેલા નિર્દોષોને ઝડપથી મુક્તિ અને વળતર અપાશે
- 2,500 થી વધુ પીડિતોને વળતરમાં આશરે 150 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા
- નિર્દોષોને દોષ મુક્ત કરવા માટે નવો કાયદો લાવવાની યોજનાની જાહેરાત કરાઇ
પોસ્ટ ઓફિસ કૌભાંડમાં કેટલાક બ્રિટિશ ભારતીયો સહિત સેંકડો બ્રાન્ચ મેનેજરોને ખોટી રીતે દોષિત ઠેરવવાનો મામલો વધુ વેગ પકડી રહ્યો છે. દરમિયાન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ કેસમાં ચોરી અને છેતરપિંડીનો ખોટો આરોપોમાં ફસાયેલા નિર્દોષોને દોષ મુક્ત કરવા માટે નવો કાયદો લાવવાની યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે જે લોકોને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમને વળતર પણ આપવામાં આવશે.
હાઉસ ઓફ કોમન્સમાં PMQ દરમિયાન, સુનકે કહ્યું કે નવો પ્રાથમિક કાયદો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જે લોકો તેમના સમુદાયો માટે સખત મહેનત કરે છે. વગર કોઈ વાંકે તેમનું જીવન અને તેમની પ્રતિષ્ઠા ખતમ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પીડિતોને ન્યાય અને વળતર મળવું જોઈએ. આ મામલે સર વેઈન વિલિયમ્સની તપાસ મહત્વપૂર્ણ કામ કરી રહી છે. વધુમાં, અમે 2,500 થી વધુ પીડિતોને વળતરમાં આશરે 150 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા છે.
તેમણે આગળ ઉમેર્યું કે હું જાહેરાત કરું છું કે અમે તે સુનિશ્ચિત કરીશું કરવા માટે નવો પ્રાથમિક કાયદો રજૂ કરીશું કે હોરાઇઝન કૌભાંડના પરિણામે દોષિત ઠરેલાઓને ઝડપથી મુક્તિ મળે અને વળતર મળે.


