- વાસી ઉત્તરાયણે ઠંડીથી લોકો ધ્રૂજી ઊઠયા, 7 દિવસ સુધી મોટો ફેરફાર નહીં
- રાજ્યમાં ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો
- 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે
રાજ્યમાં ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાજ્યના 12 શહેરોમાં ઠંડી વધી છે. આ 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાએ પણ આગામી 7 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ આગાહીમાં જણાવ્યું છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર દિશાનો પવન ફૂંકાશે. તેમજ આગામી 7 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. અમદાવાદમાં આકાશ ચોખ્ખું રહેશે. લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહેશે. અમદાવાદમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. શહેરમાં 11 ડિગ્રી ઠંડીના કારણે વાસી ઉત્તરાયણ ઉજવવા ઈચ્છુકોએ ગરમ કપડાં પહેરીને પતંગ ચગાવવી પડી હતી. પાટનગર ગાંધીનગરમાં 8.4 ડિગ્રી ઠંડીથી લોકો થર થર ધ્રુજી ઉઠયા હતા. નલિયામાં 9.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. મતલબ નલિયા કરતા ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું.


