અમેરિકાની પ્રખ્યાત અને નામચીન હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે કેટલાક નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હવે નવા કડક નિયમો લાદવામાં આવ્યા છે. અમેરિકાએ નિર્ણય લીધો છે કે જે પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીઓની વિચારધારા યહૂદી વિરોધી હોવાનું બહાર આવશે તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.
નવી જાહેર કરાયેલી એડવાયઝરી પ્રમાણે હવે વિઝા અપ્રુવ કરતા પહેલા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. ફેડરલ તપાસ એજન્સીઓ તેમના ભૂતકાળ અને વર્તમાન ઓળખ વિશે જાણકારી મેળવશે. જો તેઓ યહુદી વિરોધી વિચારસરણી ધરાવતા હશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહી.
આ નવા નિયમોનું કારણ શું?
વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ એક ગુપ્ત પત્રમાં જણાવ્યું છે કે હાર્વર્ડ કેમ્પસમાં ઈહુદી વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે . ભૂતકાળમાં કે વર્તમાનમાં યહૂદી-વિરોધ ધરાવતા વિદ્યાર્થીઓને હાર્વર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. યુએસ વહીવટીતંત્રનો આરોપ છે કે યુનિવર્સિટી આવી પ્રવૃત્તિઓને રોકી શકી નથી. તેથી, હવે આવો નિયમ લાવવો પડશે, જેનો હેતુ એવા અરજદારોને ઓળખવાનો છે જેમનો ભૂતકાળ સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલો છે અને તેના આધારે તેમની વિઝા પાત્રતા પર વિચાર કરી શકાય છે. આ પત્ર હવે અમેરિકાના વિવિધ દૂતાવાસો અને વિઝા કચેરીઓને મોકલવામાં આવ્યો છે.
કોણ વિદ્યાર્થીઓ હવે પ્રવેશથી વંચિત રહેશે?
જે વિદ્યાર્થીઓના અતીત અથવા વર્તમાનમાં ઈહુદી વિરોધી અભિગમ દર્શાવતો કોઈ પુરાવો હશે.
જેના સોશિયલ મીડિયા, જાહેર ભાષણો કે પ્રવૃત્તિઓ આપત્તિજનક માનવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ કોઇ પણ રીતે વિભાજનકારક કે દહેશતવાદી વિચારધારા ધરાવે છે.