- ન્યૂઝીલેન્ડનો લૂ વિન્સેન્ટ 2014માં ફિક્સિંગ કેસમાં ફસાયો હતો
- આજીવન ક્રિકેટ મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
- ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેચ રમવા અંગેનો પ્રતિબંધ હટાવ્યો
ન્યુઝીલેન્ડના બેટ્સમેન લૌ વિન્સેન્ટને ફિક્સિંગમાંથી રાહત મળી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના શિસ્ત પંચે ખેલાડીને થોડી રાહત આપવાનું કામ કર્યું છે. ન્યૂઝીલેન્ડનો પૂર્વ સ્ટાર ખેલાડી લૌ વિન્સેન્ટ વર્ષ 2014માં ફિક્સિંગ કેસમાં ફસાઈ ગયો હતો. આ પછી તેના પર આજીવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે લૌ વિન્સેન્ટે રાહતનો શ્વાસ લીધો હશે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે કે શું તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે.
શું ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમશે?
લગભગ 9 વર્ષ પહેલા લૌ વિન્સેન્ટ પર મેચ ફિક્સિંગ કેસમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. વિન્સેન્ટ આ પ્રતિબંધ સ્વીકારી લીધો, એવું લાગી રહ્યું હતું કે તેની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ છે, પરંતુ હવે તેને થોડી રાહત મળી છે. આ વર્ષે ઓગસ્ટમાં લૌ વિન્સેન્ટે તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે અરજી કરી હતી. આ પછી ઈલિયાસ સીબીઈ કેસીએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વતી તેના પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો. આવી સ્થિતિમાં હવે ખેલાડીને ડોમેસ્ટિક ક્રિકેટ અથવા તેનાથી નીચલા સ્તરની ક્રિકેટ મેચોમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. લૌ વિન્સેન્ટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવી નથી, લૌ વિન્સેન્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
વિન્સેન્ટને કેમ રાહત મળી?
આ અંગે ECB અધિકારીએ જણાવ્યું કે આ બાબત ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 6.8.2 હેઠળ સામેલ છે. આ અંગે ખેલાડી દ્વારા આપવામાં આવેલી અરજી સૌથી શક્તિશાળી અને સચોટ માનવામાં આવી રહી હતી, જેના કારણે તેને રાહત મળી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે લૌ વિન્સેન્ટ પરનો પ્રતિબંધ હટાવવાનું મુખ્ય કારણ તેનું વર્તન હતું. તેમના વર્તનને જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


