ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ મેદાન પર તેમની ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતા છે. ટીમના ફાસ્ટ બોલર મેટ હેનરીએ ફરી એકવાર આ વાત સાબિત કરી છે, જ્યાં તેને શ્રીલંકા સામે બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો હતો.
આ કેચની ખાસિયત એ છે કે તે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવના કેચની ઘણી યાદ અપાવે છે, જેમને ગયા વર્ષે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરના અશક્ય કેચને પકડીને બધાના દિલ જીતી લીધા હતા.
તેના કેચને કારણે જ ટીમ મેચ તેમજ T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી. ઓકલેન્ડમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં હેનરીએ માઈકલ બ્રેસવેલના બોલ પર ચરિથ અસલંકાના શાનદાર કેચ પકડ્યો. આ ઘટના 30મી ઓવરમાં બની હતી, જ્યારે બ્રેસવેલે ઓફ સ્પિન બોલ ફેંક્યો હતો જેને અસલંકાએ લોંગ-ઓફ તરફ ફટકાર્યો હતો. શોટ જોઈને, હેનરી બોલ તરફ આગળ વધે છે અને બાઉન્ડ્રી લાઈન પાર દોડે છે.
હેનરીએ સૂર્યકુમારની અપાવી યાદ
આ પછી તે પોતાની જાતને કાબૂમાં રાખે છે અને બોલને મેદાન તરફ ફેંકે છે અને પછી તરત જ પાછો આવીને તેને પકડી લે છે. આ વીડિયો ન્યુઝીલેન્ડના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. મેચની વાત કરીએ તો, શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત ઓવરોમાં 290 રન બનાવ્યા. ટીમ માટે ઓપનર પથુમ નિસાન્કાએ 66 રન બનાવ્યા, જ્યારે કુસલ મેન્ડિસે 54 રન બનાવીને ઈનિંગને મજબૂત બનાવી.
મેચ હેનરીએ બોલિંગમાં મચાવી ધૂમ
ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી શ્રેષ્ઠ બોલર રહ્યો, તેને ચાર વિકેટ લીધી. તેના સિવાય મિશેલ સેન્ટનરે બે વિકેટ લીધી. 291 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી કારણ કે તેમને 50 રનના સ્કોર પહેલા જ ટોપના છ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ આખરે 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 140 રનથી મેચ હારી ગઈ. શ્રીલંકાની ટીમ તરફથી અસિતા ફર્નાન્ડો, મહેશ તીક્ષણા અને ઈશાન મલિંગાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી.


