- અયોધ્યા રેલવે સ્ટેશન બનીને તૈયાર
- આધુનિક સુવિધાઓથી સજ્જ છે રેલવે સ્ટેશન
- 30 ડિસેમ્બરે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સાથે સાથે યોગી સરકાર અયોધ્યાના કાયાકલ્પ માટે સતત કામ કરી રહી છે. એક તરફ રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ એરપોર્ટ પણ આ મહિને શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે જ છેલ્લા ચાર વર્ષથી બની રહેલા અયોધ્યાના રેલવે સ્ટેશનનો નવો લુક પણ તૈયાર છે.
240 કરોડનો ખર્ચ
જેમાં પ્રથમ તબક્કામાં અયોધ્યા સ્ટેશનના વિસ્તરણ માટે રેલવે દ્વારા 240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશનને નવો લુક આપવામાં આવ્યો છે. જેમાં સુંદર બિલ્ડીંગ, પાર્કિંગ, કર્મચારીઓ માટે રહેઠાણ, રેલ્વે પોલીસ માટે ઓફિસ, ત્રણ નવા પ્લેટફોર્મનું નિર્માણ, રોડ બનાવવા, ડ્રેનેજને લગતી કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી છે. અયોધ્યા સ્ટેશનની ઇમારતની વાત કરીએ તો તે 10 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
અહીં વૃદ્ધો અને મહિલાઓની સુવિધા માટે લિફ્ટ અને એસ્કેલેટર, એસી વેઇટિંગ રૂમ, વોશરૂમ, પીવાના પાણીના બૂથ, ફૂડ પ્લાઝા સહિતની અન્ય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. સમગ્ર બિલ્ડીંગને એરકન્ડિશન્ડ બનાવવામાં આવ્યુ છે. દિવ્યાંગો માટે રેમ્પ પણ રહેશે. આ સ્ટેશન લગભગ ત્રણ કિલોમીટર લાંબુ હશે. રેલવે સ્ટેશનના નવા બિલ્ડીંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સ્ટેશન પર ત્રણ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે.
શું છે સુવિધા ?
લેડીઝ, જેન્ટ્સ અને વીઆઇપી વેઇટિંગ રૂમ, ફૂડ પ્લાઝા, કિઓસ્ક, બુક શોપ, ક્લોક રૂમ, પ્રવાસી માહિતી, ટ્રાવેલ ડેસ્ક, વોટર કૂલર, વિકલાંગો માટે અલગ ટોઇલેટ, બેબી કેર રૂમ, યુએસ રૂમ, સિક રૂમ, લિફ્ટ, 4 એસ્કેલેટર છે. આ ઉપરાંત બિગ કોન્કોર્સ, વીઆઈપી લોન્જ, વેઈટિંગ એરિયા, ટુરિસ્ટ ઈન્ફોર્મેશન ઓફિસ, રિટાયરિંગ રૂમ અને લેડીઝ-જેન્ટ્સ ડોરમેટરી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બીજા તબક્કામાં, બાકીના એર કોન્કોર્સ પર કામ ચાલુ છે. જેની કિંમત 480 કરોડ રૂપિયા છે


